ટંકારા નજીક થયેલ લૂંટના ગુન્હામાં વધુ એક આરોપીની ધરપકડ
ટંકારા ખજુરા હોટલના પાર્કિંગમા થયેલ લુંટના ગુન્હાના વધું એક ઈસમને વાંકાનેર બાઉન્ટ્રી ખાતેથી ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. તેમજ આરોપીના નામદાર કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતા દિન ૦૭ ના રિમાન્ડ મંજુર કરવામાં આવેલ છે.
ગઇ તા.૨૧ મેં ના રોજ નિલેષભાઈ મનસુખભાઇ ભાલોડી રહે. રાજકોટ તથા તેઓના ડ્રાઈવર બન્ને રાજકોટ ૧૫૦ ફુટ રોડ ઉપર આવેલ ટી. એન્ટરપ્રાઈઝ (ટીટેનીયમ) નામની આંગળીયા પેઢીના રોકડા રૂપીયા XUV-300 નં-GJ-03- NK-3502 વાળીમાં લઈને રાજકોટ થી મોરબી આવતા હોય તે બલેનો કાર તથા પોલો કારથી આરોપીઓએ પીછો કરી છરી, લાકડાના ધોકા, પાઇપ જેવા હથિયાર વડે ફરીયાદી પર હુમલો કરી XUV-300 નં-GJ-03-NK-3502 માંથી રોકડા રૂપીયા-૯૦,૦૦,૦૦૦/- ની લુંટ ધાડ કરી નાશી ગયેલ હોય જેથી ફરીયાદીએ સાતેક અજાણ્યા ઇસમો સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો.
જે બાદ પોલીસ તપાસ હાથ ધરી અગાઉ પાંચ ઇસમોને ઝડપી પાડયા છે તેમજ નં-GJ-01- RE-7578 કારમાં અન્ય ઇસમ નિકુલ કાનાભાઈ અલગોતર રહે.ભાવનગર વાળો પણ આ ગુનાના અંજામ આપવા આવેલ હોય જે આરોપી ગુનો આચરીયા બાદ નાસી ગયેલ હોય જે આરોપી નાસતો ફરતો હોય જે આરોપી દ્રારકા ખાતે દર્શન કરવા આવનાર હોવાની ખાનગી બાતમી મળેલ હોય જે બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી ખાતે ટંકારા પોલીસે આરોપીને ઝડપી પાડયો છે તેમજ આરોપી પાસેથી લુંટમા ગુનામા ગયેલ રકમ પૈકી રૂપિયા બે લાખ રિકવર કરવામા આવેલ છે. આરોપી બનાવ બન્યા બાદ જુદી જુદી જગ્યાએ રોકાયેલ હોય તે દિશામા તપાસ તજવીજ ચાલુ છે આરોપીના નામદાર કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરતા દિન ૦૭ ના રિમાન્ડ મંજુર કરવામાં આવેલ છે.