Sunday, July 13, 2025

મોરબીમાં વ્યાજખોરોનો આતંક યથાવત: બળજબરી પૂર્વક પૈસા કઢાવવા વેપારીને ચાર શખ્સોએ પાઇપ વડે મારમાર્યો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં વ્યાજખોરોએ માજા મુક્યા છે. મોરબીમાં વ્યાજખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવામા મોરબી જીલ્લા પોલીસ ક્યાંક નિષ્ફળ નીવડી છે. જેના કારણે વ્યાજખોરો માથુ ઉચકી રહ્યા છે અને મનફાવે તેને ધમકીઓ આપી મારકુટ કરી રહ્યા છે ત્યારે મોરબીમાં રહેતા એક વેપારી યુવકે ચાર પાંચ મહિના પહેલા બાજુમાં આવેલ દુકાવાળા જીગાભાઈ સાથે વ્યાજ વટાવ તથા મારામારીની ફરીયાદ થયેલ જેમા જીગાભાઈ સાથે સાડા પાંચ લાખમાં સમાધાન થયેલ હોય જે પૈસા કઢાવવા જીગાભાઈએ આરોપીને કહેલ જેથી આરોપીઓએ વેપારી યુવક પાસે ૧૨ લાખની બળજબરી પૂર્વક ઉઘરાણી કરી વેપારીની દુકાનમાં તોડફોડ કરી પાઈપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલ વિશ્વકર્મા પાર્ક બ્લોક નં -૦૮ માં રહેતા મિથુનભાઈ ઉર્ફે લખનભાઇ મોહનભાઈ કુધનાણી (ઉ.વ.૩૮) એ આરોપી ભોલો ઉર્ફે મોઇન કાદરભાઇ ઘાચી રહે વાવડી રોડ મોરબી, તનવીર અબ્દુલભાઇ મતવા રહે કાલિકા પ્લોટ મોરબી, ફારુક રફીકભાઇ શેખ રહે કાલીકા પ્લોટ મોરબી, ઇજમામ સમસાદભાઇ પઠાણ રહે ઘાચી શેરી મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આજથી ચાર પાચ મહીના પહેલા તેની બાજુમા આવેલ મહાવીર દુકાન વાળા જીગાભાઇ સાથે વ્યાજ વટાવ તથા મારામારીની ફરીયાદ થયેલ જેમાં જિગાભાઇ સાથે સાડા પાંચ લાખમા સમાધાન થયેલ હોઇ અને આ જીગાભાઇએ ભોલો ઉર્ફે મોઇન ને ફરીયાદી પાસે પૈસા કઢાવવા માટે કહેલ પરંતૂ ફરીયાદીને સમાધાન થતા મોઇન ઉર્ફે ભોલાએ જીગા ભાઇ પાસે પૈસા માગતા ના આપેલ જેથી ફરીયાદી પાસે બાર લાખની વારવાર અલગ અલગ ફોન નંબર ઉપરથી ફોન કરી તથા રૂબરૂ આવી બળજબરી પુર્વક બાર લાખ રૂપીયા આપી દે નહીતર તારા ટાટીયા ભાગી નાખીશ અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય તેમજ ફરીયાદીએ આ રૂપીયા નહીં આપતા આરોપીઓ ફરીયાદીની દુકાનમાં પ્રવેશ કરી ફરીયાદીને ઢીકાપાટુનો માર માર્યો તથા દુકાનમાં નુકસાન કરી ફરીયાદીને લોખંડના પાઇપ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી બળજબરી પૂર્વક રૂપિયા કઢાવવાની કોશિશ કરી હતી જેથી વેપારી યુવકે આરોપીઓ વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર