કાંતિભાઈના રાજીનામાની વાતથી ભાજપે જ છેડો ફાડ્યો !
કાંતિલાલ અમૃતિયાનાં સમર્થકો ગાડીઓનાં કાફલા સાથે ગાંધીનગર પોહચે તે પહેલાં જ ભાજપના પ્રવક્તા એ કાંતિલાલ અમૃતિયા નાં રાજીનામા ની વાતો થીં છેડો ફાડ્યો હવે કાંતિલાલ અમૃતિયા ની હાલત સાપે છછુંદર ગળ્યા જેવી થઈ!
મોરબીની પ્રજા જાગૃતિ બની અને રોડ પર આવી કાંતિભાઈ નો અને ભાજપનો વિરોધ કરી રહી છે ત્યારે કાંતિભાઈ પણ ધંધે લાગી ગયા છે ત્યારે કાંતિભાઈ એ ગોપાલ ઇટાલીયાને ચેલેન્જ આપી હતી. જેની સામે ગોપાલ ઇટાલીયા દ્વારા પણ તેમની ચેલેન્જ સ્વીકારવામાં આવી હતી અને કાંતિભાઈને 12 તારીખે 12:00 વાગ્યા સુધીમાં રાજીનામું આપવાની વાત કરી હતી પરંતુ કાંતિભાઈએ રાજીનામું આપ્યું નથી અને કાંતિભાઈ દ્વારા ગોપાલ ઇટાલીયા ને પણ સોમવારે રાજીનામું આપવા અને બંને સાથે રાજીનામું આપી પછી ચૂંટણી લડીએ તેવી વાત કરી છે
ત્યારે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે કાંતિભાઈ આવતીકાલે એટલે કે સોમવારે પોતાના કાર્યકર્તાઓ સાથે ગાંધીનગર જવાના છે અને પોતાનું રાજીનામું આપવાના છે પરંતુ જો ગોપાલ ઇટાલીયા ન આવે તો કાંતિભાઈ પણ રાજીનામું નહીં આપે આવી વાતો ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું છે.
જેમાં યજ્ઞેશ દવે એ જણાવ્યું છે કે કાંતિભાઈ અમૃતિયા અને ગોપાલ ઇટાલીયા જે રાજીનામાની વાતો કરી રહ્યા છે તે તેમનો પોતાનો અંગત પ્રશ્ન છે કેમ કે ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધીમાં બાબતે એક પણ સ્ટેટમેન્ટ આપ્યું નથી. પાર્ટીએ પોતાનો પક્ષ નથી રાખ્યું.રાજીનામું આપવું કે ન આપવું એ પોતાનો અંગત પ્રશ્નો હોય તેથી તેમાં પાર્ટીનો કોઈ રોલ નથી તેવી વાત કરી છે.
જેથી હાલ મોરબીનું રાજકારણ ગરમાયું છે 30 વર્ષ થી ભાજપ સાથે રહેલા કાંતિભાઈ એ ટીવી મીડિયામાં માં મોટા ઉપાડે રાજીનામાની વાતો તો કરી નાખી અને મોરે મોરો ની વાતો કરે છે પણ શું આ વિષય માં ભાજપ જ કાંતિભાઈ સાથે નથી ?
ત્યારે હવે જો આવતીકાલે કાંતિભાઈ રાજીનામું આપવા જશે તો પાર્ટીના કાર્યકર્તાએ જવું કે ના જવું તે બાબત ને લઈ ને મૂંઝાયા છે જોકે આમ પણ જ્યારથી આ વિષય ચાલુ થયો છે ત્યારથી અત્યાર સુધીમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ પણ આ બાબતે કશું બોલવા તૈયાર ના હોય તેમ અત્યાર સુધીમાં એક શબ્દ પણ બોલ્યો નથી.
બીજી તરફ પ્રજા એ પ્રાથમિક સુવિધાઓ માંગી હતી પણ નેતાઓ ભાષણ બાજી કરી રહ્યા છે અને આટલા વર્ષો બાદ પણ હજુ રોડ રીપેરીંગ ની અને ગટર સમસ્યા ઉકેલવાના વાયદા થઈ રહ્યા છે અને મુદ્દો ભટકાવી ને રાજીનામા અને મોરે મોરો કરવાની વાતો થઈ રહી છે ત્યારે હાલ આ બધું પ્રજા જોઈ રહી છે.