મોરબીમાં જુગારની મોસમ શરૂ; તીનપત્તીનો જુગાર રમતા આઠ મહિલા ઝડપાઇ
શ્રાવણ માસ નજીક આવતાની સાથે જ મોરબી શહેરમાં જુગારની મોસમ શરૂ થઈ ચૂકી છે ત્યારે મોરબીના વાવડી રોડ પર આવેલ ઉમીયા પાર્ક સોસાયટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ મહિલાને એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાવડી રોડ પર આવેલ ઉમીયા પાર્ક સોસાયટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ મહિલા પુજાબેન અલ્પેશભાઇ અંબારામભાઇ શેરસીયા (ઉ.વ.૨૯), મેઘનાબેન લલીતભાઇ કાંતીભાઇ વડાળીયા (ઉ.વ.૩૫), ચેતનાબેન દિપકભાઇ તુલશીભાઇ વેગડ્ (ઉ.વ.૩૦), બીનલબેન દિપકભાઇ હેમરાજભાઇ મીયાત્રા (ઉ.વ.૨૪), બંસીબેન ચેતનભાઇ કાળુભાઇ ડોડીયા (ઉ.વ.૨૪), ભીખુબેન કિશોરભાઇ મોહનભાઇ પાટડીયા (ઉ.વ.૪૧), હેતલબેન કિશોરભાઇ પાટડીયા (ઉ.વ.૨૭), કાજલબેન હિતેશભાઇ વિનુભાઇ પોપટ (ઉ.વ.૨૬) રહે. બધા ઉમીયાપાર્ક સોસાયટી મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૯૮૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.