હળવદના રાતાભેર ગામે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ પર પાઈપ વડે હુમલો
હળવદ ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલાના પતિને કોઈ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય જે વાત મહિલાએ રાતાભેર ગામે માતાજીના માંડવામાં કરતા મહિલા તથા તેના બે પુત્રોને આરોપીઓએ લોખંડના પાઇપ વડે તથા ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના રાતભેર ગામના વતની અને હાલ મધ્યપ્રદેશ રાજ્યમાં ભોપાલ અયોધ્યા નગર એલ.આઇ.જી. સેક્ટર -જી હાઉસીંગ બોર્ડ બ્લોક નં -૧૭ મકાન નંબર -૧૯૯ મા રહેતા જ્યોતિબેન રાજુભાઇ ઉધરેજા (ઉ.વ.૩૮) એ આરોપી રાજુભાઇ મનસુખભાઇ ઉઘરેજા રહે-હાલ ઇન્દોર એમ.પી મુળ રહે-રાતાભેર તા-હળવદ, ચંદુભાઇ મનસુખભાઇ ઉઘરેજા રહે-હાલ ઇન્દોર જવાહરનગર કોલોની આદિત્ય હોસ્ટલની પાસે રાજય-એમ.પી મુળ રહે-રાતાભેર તા-હળવદ, સુનીતાબેન નટુભાઇ ઉઘરેજા રહે-દિલ્હી બેગમપુર મુળ રહે- રાતાભેર તા -હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પતીને કોઇ સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોય જે વાત ફરીયાદીએ રાતાભેર ગામે માતાજીના માંડવામા કરતા ત્રણેય આરોપીઓએ ફરી તથા સાથી સાથે બોલાચાલી ઝઘડો કરી ભુડાબોલી ગાળો આપી આરોપીઓએ ફરીયાદીને લોખંડના પાઇપ વડે ઈજા કરી તથા ફરીયાદીના દિકરા આકાશ તથા અનિકેતને ઢીકાપાટુનો મુંઢમાર મારી ઇજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.