મોરબીમાં ઝેરી ટીકડા ખાઈ મહિલાનો આપઘાત
મોરબીના રવાપર રોડ પર રહેતી મહિલાએ એકલવાયા જીવનથી કંટાળી ઝેરી ટીકડા ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ દ્વારકા જીલ્લાના રોજડા ગામના વતની અને હાલ મોરબીના રવાપર – ઘુનડા રોડ પર રહેતા જીજ્ઞાસાબેન નટવરલાલ મોઢા (ઉ.વ.૫૨) ના પતી છેલ્લા ૩૦ વર્ષથી દુબઇ ખાતે નોકરી કરી રહેતા અને જીજ્ઞાસાબેન એકલવાયુ જીવન જીવતા હોય અને તેમનો સ્વભાવ ચીડ ચીડીયો હોય જેથી એકલવાયા જીવનથી કંટાળી જઇ પોતે પોતાની જાતે અનાજમાં નાખવાના ઝેરી ટીકડા પી જઇ સારવારમાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરતા ચાલુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.