ટંકારા સિમ વિસ્તારમાં રાઘવજીભાઈ છાત્રોલાની વાડીએ કુંડીમાં પડી ડૂબી જતાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા મુકેશભાઈ રાઘવજીભાઈ છાત્રોલાની વાડીએ રહેતા નારાયણભાઈ ડાવર નો ત્રણ વર્ષનો પુત્ર વીકીભાઈ વાડીએ કુંડીમાં પડી ડૂબી જતાં વીકીભાઈ નામના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
