Sunday, July 20, 2025

મોરબી ખાતે સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત શાળાના 236 બાળકોને સ્કૂલબેગ અર્પણ કરાય

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય ખાતે અભ્યાસ કરી રહેલ બાળકોને દાતાઓના સહયોગથી સ્કુલ બેગ અર્પણ કરવામાં આવ્યા હતા.

જેમાં કેજી થી ધોરણ-૧,૨ અને ૩ ના ૧૧૩ બાળકોને સ્કૂલ બેગ મેઘજીભાઈ હીરાભાઈ ચૌહાણ પરિવાર તરફથી દાન મળેલ, ધોરણ ૪ ના બાળકોને વિનુભાઈ છગનભાઈ સોલંકી તીથવાવાળા (sbi વાકાનેર) તરફથી દાન મળેલ, ધોરણ ૫ ના બાળકોને ટ્રસ્ટના મંત્રી અને શાળાના વહીવટદાર કેશવલાલ રામજીભાઈ ચાવડા તરફથી દાન મળેલ, તદુપરાંત ધોરણ ૬, ૭ અને ૮ ના બાળકોને ડોક્ટર પરેશ પારીઆ, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન અશોકભાઈ ચાવડા, શાળાના સુપરવાઇઝર જ્યોતિબેન નાનજીભાઈ ચાવડા, હરેશભાઈ ખેંગારભાઈ બોસિયા તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી દાન મળેલ.

આ પ્રસંગે ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને પી જી પટેલ કોલેજના પ્રમુખ દેવકણભાઈ આદ્રોજા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન અશોકભાઈ ચાવડા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજ સિંહ જાડેજા, તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન રાજેશભાઈ જે પરમાર, નાયબ મામલતદાર હરેશભાઈ ચૌહાણ, ડો.બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમાર, મંત્રી અને શાળા વહીવટદાર કે.આર.ચાવડા, ટ્રસ્ટના સભ્ય હિતેન્દ્રભાઈ ચૌહાણ, ધર્મેશભાઈ મકવાણા, ડો.પરેશ પારીઆ, સ્વયંસેવક તરીકે રાજુભાઈ ચાવડા તથા શાળાના શિક્ષક ગણ ઉપસ્થિત રહી અંદાજિત 236 બાળકોને સ્કૂલબેગ અર્પણ કરવામાં આવી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર