Sunday, July 20, 2025

મોરબી જિલ્લાના ૩૫ ગામોમાં ‘નાણાકીય સમાવેશ અભિયાન’ અંતર્ગત કેમ્પ યોજાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ભારત સરકારે દેશના દરેક નાગરિકને નાણાકીય સેવાઓનો લાભ મળે તે હેતુસર ‘નાણાકીય સમાવેશન સંપૂર્ણતા અભિયાન’ શરૂ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશના દરેક વ્યક્તિ, ખાસ કરીને ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને બેંકિંગ, વીમા અને નાણાકીય સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરવાનો છે.

દરેક પરિવારને બેંક ખાતા સાથે જોડવા માટે વધુ ઝડપથી કામગીરી થાય, UPI અને મોબાઇલ બેંકિંગ જેવી સેવાઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ નાણાકીય સેવાઓનો વ્યાપ વધારવો અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને અટલ પેન્શન યોજના જેવી યોજનાઓ દ્વારા નાણાકીય સુરક્ષા પૂરી પાડવાના હેતુથી મોરબી જિલ્લામાં ગામડાઓ સુધી નાણાકીય સમાવેશ અભિયાન પહોંચાડવા વિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ કેમ્પના ભાગરૂપે આગામી ૨૧/૦૭/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના ઇંગોરાળા, માળીયા તાલુકાના કુંતાસી, મોરબી તાલુકાના ચકમપર અને પીપળીયા, ટંકારા તાલુકાના જોધપર (ઝાલા) તથા વાંકાનેર તાલુકાના ગારીડા અને તીથવા ખાતે ૨૨/૦૭/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના ઇસનપુર, માળીયા તાલુકાના લક્ષ્મીવાસ, મોરબી તાલુકાના ચાચાપર અને રાજપર, ટંકારા તાલુકાના કલ્યાણપુર તથા વાંકાનેર તાલુકાના ગારીયા અને વઘાસીયા ખાતે, ૨૩/૦૭/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના ઈશ્વરનગર, માળિયા તાલુકાના મહેન્દ્રગઢ, મોરબી તાલુકાના ડાયમંડનગર અને રાજપર(ફડસર), ટંકારા તાલુકાના ખાખરા તથા વાંકાનેર તાલુકાના ઘીયાવડ/વણજારા અને વાલાસણ ખાતે, ૨૪/૦૭/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના જોગડ, માળીયા તાલુકાના માણાબા, મોરબી તાલુકાના ધરમપુર અને રામગઢ, ટંકારા તાલુકાના લજાઈ તથા વાંકાનેર તાલુકાના હસનપર અને વાંકીયા તેમજ ૨૫/૦૭/૨૦૨૫ ના રોજ હળવદ તાલુકાના જુના અમરાપર, માળીયા તાલુકાના મંદરકી, મોરબી તાલુકાના ધુળકોટ અને રામપર(પાડાબેકર), ટંકારા તાલુકાના લખધીરગઢ તથા વાંકાનેર તાલુકાના હોલમઢ અને વરડુસર ખાતે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં મુખ્ય પાંચ સેવાઓ એક જ સ્થળ પર આપવામાં આવશે. જે અન્વયે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા અટલ પેન્શન યોજના હેઠળ ગ્રામજનોને લાભ આપવા માટે નવા લાભાર્થીઓની નોંધણી કરાવવામાં આવશે. ઉપરાંત નવા જનધન ખાતા ખોલી આપવામાં આવશે અને બંધ થઈ ગયેલા જનધન ખાતા અન્વયે ઈ-કેવાયસી પણ કરી આપવામાં આવશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર