મોરબી: પરણિતાને શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
મોરબીની દિકરી જુનાગઢ સાસરે હોય જ્યાં સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી પરણિતાએ આરોપીઓ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ રહે. જુનાગઢના ચોબારી રોડ પર આવેલ અક્ષર ટાઉનશિપની બાજુમાં વિનાયક રેસીડેન્સી ડી ૩૦૩ માં અને હાલ મોરબીના રવાપર ઘુનડા રોડ ગોલ્ડન માર્કેટ પાછળ એકતા બી એપાર્ટમેન્ટ બ્લોક નં -૪૦૧ માં રહેતા ફાલ્ગુનીબેન અલ્પેશકુમાર કૈલા (ઉ.વ.૪૩) એ આરોપી અલ્પેશભાઈ જેરાજભાઈ કૈલા, જેરાજભાઈ ગોવિંદભાઈ કૈલા, સવીતાબેન જેરાજભાઈ કૈલા રહે. બધાં વિનાયક રેસીડેન્સી ડી ૩૦૩ અક્ષર ટાઉનશિપની બાજુમાં ચોબારી રોડ જુનાગઢવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીઓએ અવારનવાર નાની નાની બાબતમા તથા ઘરકામ બાબતે તથા કરીયાવર ઓછો લાવી છો તેમ મેણાટોણા મારી ફરીયાદીના પતીને આરોપીઓ ખોટી ચડામણી કરતા મારકુટ કરી શારીરીક અને માનસીક દુખ ત્રાસ આપતા હોવાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.