મોરબીના જુના મહાજન ચોક પાસેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી શહેરમાં બાઈક ચોરીના કિસ્સા દિનપ્રતિદિન વધતા જઈ રહ્યા છે ચોરો ને હવે પોલીસનો ભય રહ્યો નથી ત્યારે ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં મોરબીના જુના મહાજન ચોક પાસે આવેલ નીલકંઠ પ્લાઝા પાસેથી યુવકનું કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ભવાની ચોકમાં આવેલ બક્ષી શેરીમાં રહેતા હાર્દીકભાઈ જનકરાય જાની (ઉ.વ.૩૩) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના જુના મહાજન ચોક પાસે આવેલ નીલકંઠ પ્લાઝા પાસેથી અજાણ્યો ચોર ઈસમ ફરીયાદીનુ બજાજ કંપનીનું પ્લેટીના મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-ઈ.ડી-૫૧૩૫ જેની કિંમત રૂપિયા ૫૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.