ટંકારામાં ટ્રાફિક કલીયર કરવા જતા ત્રણ શખ્સોનો પોલીસ પર હુમલો
ટંકારામા એન.ડી.પી.એસ.ના કેસમાં પકડાયેલ શખ્સને પોલીસ અવારનવાર ચેક કરવા જાય તેનો ખાર રાખી ત્રણ શખ્સોએ પોલીસના કર્મચારીઓને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી ટંકારા પોલીસના ગ્રાઉન્ડમાં તથા મોરબી રાજકોટ હાઇવે પર રોડ પર દોડી જઈ વાહનોને અડચણ રૂપ બનતા પોલીસ ટ્રાફિક કલીયર કરવા જતા પોલીસ પર ત્રણ શખ્સોએ હુમલો કરી પોલીસ કર્મચારીઓને ગંભીર ઈજાઓ કરી ફરજમાં દબાણ ઉભું કરી બધા પોલીસવાળાને જોઈ લેવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ઇશ્વરભાઇ રાઠોડે આરોપી નિજામ ઇબ્રાહીમભાઇ આમરોણીયા, જેતુનબેન ઇબ્રાહીમભાઇ આમરોણીયા, કાસમ ઇબ્રાહીમભાઇ આમરોણીયા રહે. બધા ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી નિજામ ઇબ્રાહીમભાઇ આમરોણીયા અગાઉ એન.ડી.પી.એસ.ના કેસમા પકડાયેલ હોય અને અવાર નવાર પોલીસ ચેક કરવા જાય ત્યારે અગાઉના એન.ડી.પી.એસ.ના કેસનો ખાર રાખી પોતે તથા તેની માતા જેતુનબેન તથા તેનો ભાઇ કાસમ આમરોણીયા પોલીસને જેમ ફાવેતેમ બોલી અપશબ્દ બોલી રોડ ઉપર દોડી જઇ વાહનોને અડચણ કરી ટ્રાફિકને અડચણ નહી કરવા સમજાવવા તથા ટ્રાફિક કલીયર કરાવવા જતા ત્રણેય આરોપીઓ પોલીસ પર હુમલો કરી કાયદેસરની ચાલુ ફરજમા દબાણ ઉભુ કરી અને કાયદેસરની ફરજ દરમ્યાન ઉશ્કેરાટ કરી બોલાચાલી કરી અપશબ્દ બોલી અપમાનિત કરી ફરીયાદીને તથા સાથેના બીજા કર્મચારીઓને ઇજા તથા ગંભીર ઇજાઓ પહોચાડી અને હવે મારા ઘરે તપાસ કરવા આવશો તો તમને બધાને જોય લઇશ તેમ ધમકી આપેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.