મોરબીના કન્યા છાત્રાલય રોડ પર રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 37 બોટલો ઝડપાઈ
મોરબી શહેરમાં શેરીએ અને નાકે દેશી વિદેશી દારૂના ઠેકા ચાલી રહ્ય હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મોરબીના કન્યા છાત્રાલય રોડ પર ચંદ્રેશનગરમા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૩૭ બોટલ કિં રૂ. ૯૦૮૦ નાં મુદામાલ સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગરમા રહેતા આરોપી કેતન ઉર્ફે કાનભા મહેન્દ્રદાન બારહટે મોરબીના કન્યા છાત્રાલય રોડ પર ચંદ્રેશનગરમા રાખેલ ભાડાના મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૩૭ કિં રૂ. ૯૦૮૦ નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન ધારા હેઠળ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.