હૃદય, ફેફસા, કીડની ડેમેજ તેમજ આતરડામાં લાગુ પડેલા ગંભીર રોગોની આયુષ હોસ્પિટલમાં સફળતાપૂર્વક સારવાર કરાઈ
મોરબી: 8 જુલાઈ, 2025 મંગળવાર ના રોજ રાત્રે 78 વર્ષના દર્દી આયુષ હોસ્પિટલ માં ઈમરજન્સી વિભાગ માં આવ્યા, ત્યારે ડૉ. સત્યજીસિંહ જાડેજા દ્વારા તપાસ કરતા જણાવ્યું કે એમનું જમણી બાજુ નું હૃદય ફેઈલ થયું છે અને જમણી બાજુ નું હૃદય પહોળું થયું છે. ફેફસા માં ઇન્ફેકશન ફેલાયેલું છે, ફેફસા માં જતી લોહી ની નળીમાં ઊંચું દબાણ છે. હૃદય ના ધબકારા અનિયમિત છે. કીડની ને ડેમેજ થયેલું છે, આંતરડામાં સોજો આવેલો છે.
આમ આટલા બધા જટિલ રોગો એક સાથે લાગુ પડેલા હોઈ દર્દીની સ્થિતિ ગંભીર હતી. દર્દી એ ભાવુક થઈ ને ડો. સત્યજીસિંહ જાડેજાને ખુબજ ગંભીર અવાજે વિનંતી કરેલી કે મને ગમે તેમ કરીને તમારે ઉભી કરવાની છે. મને ખબર છે મારી હાલત ખુબ ગંભીર છે.” અને ડો. સત્યજીસિંહ જાડેજા તેમજ આયુષ હોસ્પિટલ ની એક અઠવાડિયા ની સારવાર સફળ થતા દર્દી ને હસતા મોઢે રજા આપતા, દર્દી તેમજ તેમના સગાઓ એ ડો. સાહેબ તેમજ આયુષ હોસ્પિટલ નો ખુબ આભાર માન્યો.