હળવદના રાણેકપર ગામ નજીક બે શખ્સોએ છોટા હાથી વાહન પર કર્યો પથ્થર મારો ; યુવક ઇજાગ્રસ્ત
હળવદ થી રાણેકપર જતા રોડ ઉપર મહર્ષિ ગુરૂકુળના ગેટ પાસે બોલેરો ગાડીમાં બે શખ્સો આવી યુવકના છોટા હાથી વાહન પર પથ્થર મારો કરી છોટા હાથીમાં નુકસાન કરી યુવકને ઇજા પહોંચાડી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદના ખારીવાડી વિસ્તારમાં રહેતા ખોળાભાઈ રમેશભાઈ ટોટા (ઉ.વ૨૫) એ આરોપી ગુરમુખસીંગ ભાદા રહે.ઢુવા રેલ્વે સ્ટેશન પાછળ તા.વાંકાનેર તથા મહેન્દ્રસીંગ બંગા રહે.વાકાનેર પટેલ સીરામીક પાસે હસનપર તા.વાંકાનેરવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાનુ છોટા-હાથી હળવદ ખારીવાડી માથી ગાય ભરી રાણેકપર ગામ જતા હતા ત્યારે મહર્ષી ગુરૂકુળના ગેટ પાસે રાણેકપર ગામ તરફ થી એક બોલેરો પીઅકપ આવેલ અને આરોપીઓએ ફરીયાદીના છોટા-હાથી ઉપર પથ્થર મારવા લાગતા છોટા-હાથીનો આગળનો કાંચ તૂટી જતા ખોડાભાઇ રબારી છોટા-હાથી ઉભુ રાખી દેતા ખોડાભાઇનૂ પથ્થર વાગી જતા મુંઢ ઇજા કરી બોલેરો ગાડી લઇ આરોપીઓ જતા રહ્યા હતા જેથી આ બનાવ અંગે આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.