મોરબીના પીપળી ગામે ખૂલ્લી છરી રાખી ભય ફેલવતા શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબી તાલુકાના પીપળી ગામ માનસધામ સોસાયટીમાં જાહેરમાં હાથમાં ખૂલ્લી છરી રાખી દેકારો કરતા શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી ગામમાં આવેલ માનસધામ સોસાયટીમાં એક શખ્સ જાહેરમાં હાથમાં ખુલ્લી છરી હથીયાર રાખી દેકારો કરતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારબાદ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી આરોપી મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ મોરબીના જુના પીપળી ગામ માનસધામ સોસાયટીમાં રહેતા અંશુલસિંહ રવિસિંહ સોલંકી (ઉ.વ.૩૦ હોવાનું જણાતા પોલીસે આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.