Thursday, July 24, 2025

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો અંત – પાનેલી તળાવ નવીનીકરણ યોજના મંજુર

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકા (MMC) દ્વારા શહેરના પીવાના પાણીના મુદ્દાને દૃઢતાથી ઉકેલવા માટે પાનેલી તળાવ પર આધારિત નવા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ યોજના અમલમાં મૂકાઈ છે. 25 MLD ક્ષમતા ધરાવતું વિસ્તૃત પ્લાન્ટ, નવું પંપિંગ સ્ટેશન વગેરે કામગીરીની સાથે પાઇપલાઇન નેટવર્ક પણ વિકસાવવામાં આવશે જેની અંદાજીત રકમ ખર્ચ રૂ. ૪૦.૪૭ કરોડ થશે.

જેમાં ZERO LIQUID DISCHARGE ટેકનોલોજી સાથે ૨૫ MLD ક્ષમતા ધરાવતું વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, RAPID GRAVITY SAND FILTER દ્વારા ગતિશીલ રીતે પાણી શુદ્ધિકરણ, ૨૫ MLD GROUND SERVICE RESERVOIR પાણીના સંગ્રહ માટે, પ્લાન્ટ માટે OVERHEAD BACKWASH TANKની સુવિધા, VERTICAL TURBINE PUMPS સાથે પેનલ્સ, સમગ્ર પ્રોજેકટ SCADA ટેકનોલોજીથી ઓટોમેટીક કરવામાં આવશે સાથે સાથે તમામ બિલ્ડિંગ તથા આંતરિક લાઈટીંગ સૌરઉર્જા આધારિત ગ્રીન એનર્જી સુવિધા સજ્જ કરવામાં આવશે.

વિશિષ્ટ વિગતો મુજબ પાનેલી તળાવ રાજાશાહી સમયનું ઐતિહાસિક તળાવ જેની આશરે 200 MCFT પાણી સંગ્રહ ક્ષમતા છે, તે મોરબી શહેર પૂર્વ ભાગ માટે મુખ્ય પાણી સ્ત્રોત તરીકે પસંદ કરાયું છે

પ્રોજેક્ટના મુખ્ય હેતુઓમાં આરોગ્યપ્રદ જીવનશૈલી, મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં પૂરતો શુધ્ધ પાણી પુરવઠો, પાણીની બચતનો સમાવેશ થાય છે. વધુમાં, આ યોજના હેઠળ આધુનિક મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ સાધનો પણ લગાડવામાં આવશે.

શહેરી વિસ્તારની વધતી વસ્તી અને ઊંદ્યોગિક વિસ્તરણને ધ્યાને રાખીને મોરબી માટે શહેરના પૂર્વ ભાગમાં આયોજનું અમલિકરણ થયા બાદ પાણીની તંગીની સમસ્યા માંથી છુટકારો મળશે, તથા મોરબી શહેરના પૂર્વ ભાગના હજારો નાગરિકોને શુધ્ધ પીવાના પાણીનો સીધો લાભ મળશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર