મોરબી મહાનગરપાલિકાના સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા જણાવે છે કે, મોરબી શહેરના મધ્યમાંથી મચ્છુ નદી પસાર થાય છે જેમાં હાલ એક બ્રીજ આવન અને એક બ્રીજ જાવન માટે આવેલ છે જેથી સંપૂર્ણ મોરબીનો ટ્રાફીક આ બ્રીજ ઉપર થી જ પસાર થાય છે જેના કારણે ટ્રાફિકની ખુબજ સમસ્યા સર્જાય છે.
મોરબી શહેરની ટ્રાફિક સમસ્યા દુર કરવા માટે મચ્છુ નદી પર પાડાપુલની ડાઉનસ્ટ્રીમમાં બ્રીજ બનાવવા માટે DPR બનાવી સરકારમાં સાદર કરવામાં આવેલ જેના અનુસંધાને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રૂ.૩૯.૩૮ કરોડની સૈધ્ધાંતિક મંજુરી મળેલ છે સદર બ્રીજમાં અંદાજીત ૧૬ ગાળા અને ૧૦.૫૦ મીટરનો કેરેઝ-વે અને બન્ને બાજુ ૧.૫૦ મીટરની ફુટપાથનો સમાવેશ થયેલ છે.
ઉપરોક્ત બ્રીજ શાંતિવન આશ્રમ થી શરૂ થઇ મોરબી-૨ વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર પૂર્ણ થશે આ યોજના પૂર્ણ થતા વી.સી.પરા, લાયન્સનગર, રણછોડનગર, અમરેલીના વિસ્તારના રહીશો એવી જ રીતે મોરબી-૨ થી વિશીપરામાં આવા-જવાનો ઉપયોગ થતા ટ્રાફીક સમસ્યા નિવારી શકાશે આમ આ યોજના થી શહેરી જનોને નવીન સુવિધા મળશે તેવી મહાનગરપાલિકાની યાદીમાં જણાવેલ છે.
માળીયા મીયાણા સંધવાણી વાસમાં છેલ્લા એક મહિનાથી પાણીનો નળ તુટી ગયો છે જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેમ છતા નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોય જેથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આગામી બે ત્રણ દિવસમાં આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો...
મોરબી શહેરમાં આવેલ વાવડી રોડ ઉપર ગણેશ નગર નાકા પાસે ગાળો બોલવા જેવી નજીક બાબતે બે શખ્સો વચ્ચે મારામારી થઈ હતી જે મારામારીનો બનાવ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને જ્યાં બંને પક્ષો દ્વારા સામસામે એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ મોરબીના વજેપર શેરી...
હળવદ તાલુકાના ચૂંપણી ગામે દેવીપુજક વાસમાં યુવક સાથે યુવકના તથા આરોપીઓના કાકાને બોલાચાલી થયેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ યુવક સહિત ત્રણ વ્યક્તિઓને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચૂંપણી ગામની સીમમાં દેવીપુજક વાસમાં રહેતા ઘનશ્યામ...