દાંતાના લોકપ્રિય પીએસઆઇને બદનામ કરવાનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો.

પોલીસ સાચી કામગીરી કરે તો પોલીસ ખરાબ અને પોલીસ કામગીરી ના કરે તો પોલીસ સારી ! એવા સૂત્રો દાંતા તાલુકામાં સાંભળવા મળી રહ્યા છે. દાંતા તાલુકામાં આવેલું નવાવાસ ગામમા રોજ કેટલાક માથાભારે તત્વો ભારે ભીડ કરી ટોળામાં બેસેલા જોવા મળી રહ્યાં છે ત્યારે આ બાબતની જાણ દાંતા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ એલ જોષીને થતા તેવો નવાવાસ ગામે આવી આવા તત્વોને ચેતવણી આપી હતી અને કહ્યું હતુ કે માસ્ક પહેરો અને ભારે ભીડ ન કરો પણ આ બાબતની ગંભીરતા લીધા વિના ફરીથી નવાવાસ ગામે માથાભારે તત્વો ભારે ભીડ કરીને બેસવા લાગ્યા અને નવાવાસ ગામે ચાલતી ચર્ચા મુજબ છેલ્લા ઘણા સમયથી આ ગામમાં અમુક માથાભારે તત્વોનો ત્રાસ વધવા પામ્યો છે અને આ લોકો પોલીસને પણ ગણતા નથી આથી દાંતા પીએસઆઈ ફરીથી આવા તત્વો ને સબક શીખવાડવા ગયા અને 188 મુજબ કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે અમુક તત્વોએ તેમનો વિડિઓ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

દાંતાના પીએસઆઇ જાહેરમાં ગાળો બોલતા હોવાનો વિડિઓ અમુક વિધ્નસંતોષી લોકો દ્વારા વાઇરલ કરવામા આવ્યો હતો, જેમા અમુક વિધ્ન સંતોષી લોકોએ પીએસઆઇને બદનામ કરવા આ વિડિઓ વાઇરલ કર્યો હતો. નવાવાસ ગામના અમુક વિધ્ન સંતોષી લોકો કોરોના ગાઇડલાઇનનો ભંગ કરતા હતા અને પીએસઆઇ ની અપીલ ગણકારતા હતા નહી આથી દાંતાના પીએસઆઇ પોતાની ફરજ પર રહી નવાવાસ ગામના અમુક લોકોને ટોળે વળી ન બેસવાની સલાહ આપી હતી, પણ આવા માથાભારે તત્વો પોલીસની સૂચના નું પાલન કર્યું ન હતું. દાંતાના પીએસઆઇ પોતાના વિસ્તારમા ફરી કોરોના ગાઈડલાઈન નું પાલન કરવાના પ્રયાસો કરી રહ્યા છે. ભૂતકાળ મા છાપી ગામમા પોલીસ પર હુમલો થયો તેવા દ્રશ્યો ભૂતકાળ માં બની ચૂક્યા છે તેવા દ્રશ્યો પણ નવાવાસ ગામમાં બનવાની શક્યતા જોવાઇ રહી હતી! પણ પોલીસની સતર્કતા થી થઈ શક્યું નહીં, નવાવાસ ગામની ધર્મપ્રેમી જનતાએ જણાવ્યું કે અમુક વિદન સંતોષી લોકો પોલીસને બદનામ કરવા આવા વિડિઓ બનાવી રહ્યા છે. હાલમા દાંતા પીએસઆઇ એચ એલ જોષી સમગ્ર તાલુકામા સુંદર કામગીરી કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર અમુક આંધળા ભકતો વિડિઓની પૃષ્ટિ કર્યાં વિના વિડીઓ વાઈરલ કરી રહ્યા હતા અને જયારે આ વિડિઓ બનાસકાંઠા જિલ્લાના ઉપરી અધિકારી પાસે ગયો ત્યાર બાદ તેમને તપાસ કરતા જાણવા મળ્યું કે નવાવાસ ગામના અમુક તત્ત્વો ભારે ભીડ કરી જાહેરનામાનો ભંગ કર્યો હતો અને પોલીસે આવા લોકો પર 188 મુજબ કાર્યવાહી કરી છે અને વાઇરલ વિડિઓમા પોલીસ પોતાની કામગીરી સાચી કરી રહી છે.આમ ઉપરી અધિકારી એ દાંતા પીએસઆઈને ક્લીન ચીટ આપી.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img