મોરબીમાં રહેણાંક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત રૂ.1.96 લાખની ચોરી
મોરબીમાં ઘરફોડ ચોરી અને વાહન ચોરીના બનાવવાનું પ્રમાણ વધવા પામ્યું છે. તેમાં વધુ એક બનાવવાનો ઉમેરો થયો છે. જેમાં મોરબી શહેરમાં આવેલ મધુવન સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના તથા રોકડ સહિત કુલ કિં રૂ. ૧ લાક ૯૬ હજારની માંલમતા ચોરી ગયાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના શહેરમાં સામાકાંઠે આવેલ મધુવન સોસાયટીમાં રહેતા દિપકભાઇ ધીરજલાલ દલીચા (ઉ.વ.૬૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તેમજ સાથીઓના રહેણાક મકાનમા કોઇ અજાણ્યા ચોર ઇસમે ઘરના મેઇન દરવાજાનો નકુચો તોડી ઘર અંદર પ્રવેશ કરી મકાનમા કબાટમા રાખેલ સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ કિ.રૂ. ૧,૯૬,૦૦૦/- ની મતાની ચોરી કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.