મોરબીના ઘુંટુ ગામે અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી વૃદ્ધ પર બે શખ્સોનો હુમલો
મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા વૃદ્ધને આરોપીઓ સાથે અગાઉ વાડીએ ખરાબામા ટ્રેક્ટર ચલાવવા બાબતે બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ વૃદ્ધને લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે રહેતા રતીલાલ ચતુરભાઈ દંતેસરીયા (ઉ.વ.૭૩) એ તેમના જ ગામના આરોપી આસીફ અલ્લારખાભાઈ સેવંગીયા તથા વસીમ સેવંગીયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાની વાડીએથી ચાલીને પોતાના ઘરે જતા હોય તે વખતે આરોપી આસીફ સાથે અગાઉ વાડીએ ખરાબામા ટ્રેક્ટર ચલાવવા બાબતે બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી ફરીયાદીને ગાળો ભુંડા બોલી લાકડાના ધોકા વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.