શ્રેયા ઘડીયારના કારખાનામાં પાર્સલ બહાર મુકી દેતા બે વ્યકિતને માર પડ્યો
ટંકારા મોરબી હાઈવે રોડ ઉપર મહીન્દ્રા કંપનીના સો રૂમ પાછળ શ્રેયા ઘડીયારના કારખાનામાં આધેડ તથા સાથી કુરીયર પાર્સલની ડીલવરી લેવા તથા દેવા માટે ગયેલ હોય ત્યારે કહેલ કે પરમ દિવસે કેમ ઓફિસની બહાર મુકીને જતા રહેલ જેથી આધેડે એ કહેલ કે પાર્સલ તમોને મડી ગયેલ છે ને તેમ કહેતા આરોપીએ આધેડ તથા સાથીને માર મારી બીજી વખત ભૂલ કરશો તો જીવતા નહીં જવા દઉં તેમ ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાન નં -૪૦૫ માં રહેતા શ્રીકાંતભાઈ વાસુદેવભાઇ વૈષ્ણવ (ઉ.વ.૪૬) એ આરોપી રાકેશભાઈ પટેલ શ્રેયા ઘડીયારના કારખાના માલિક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથી આરોપીના કારખાને કુરીયર પાર્સલની ડીલવરી લેવા તથા દેવા માટે ગયેલ હોય ત્યારે આરોપીએ ફરીયાદી તથા સાથી કહેલ કે પરમ દીવસે તમો પાર્સલ કેમ ઓફીશની બહાર કેમ મુકીને જતા રહેલ હતા જેથી ફરીયાદીએ કહેલ કે તમોને પાર્સલ તો મળી ગયેલ છે ને તેમ કહેતા આરોપીએ ફરીયાદી તથા સાથીને ગાળો આપી ગાલ ઉપર જાપટો મારી ફરીયાદીને કાનના અંદરના ભાગે ઇજા કરી તેમજ સાથીને મુંઢ ઇજા કરી આરોપીએ કહેલ કે હવે પછી ભુલ કરસો તો જીવતા નહી જવા દઉ આમ તેમ ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.