Sunday, July 27, 2025

મોરબીના ખાનપર થી પીઠડ સુધીનો રોડ દયનીય હાલતમાં; વાહનચાલકો પરેશાન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જીલ્લામાં વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે મોરબીના ખાનપર થી પીઠડ જવાનો રસ્તો અતિ દયનીય હાલતમાં છે. રોડ પર મસ મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામા ભારે મુશ્કેલી પડી રહી છે. તેમજ ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલા રહે છે જેના કારણે વાહનો સ્લીપ મારી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે મોરબીના ખાનપરથી પીઠડ સુધીના રોડ ઉપર પીઠડ, પડાણા, કૃષ્ણનગર, કોયલી અને રામગઢ સહિતના ગામો આવેલા છે. આ રસ્તા પરથી દરરોજ મોટી સંખ્યામાં લોકો મોરબી સુધી અપડાઉન કરે છે. વિદ્યાર્થીઓ અને રોજગાર માટે અનેક લોકો આ રસ્તા પરથી અવર જવર કરે છે. ત્યારે તમામ લોકોને ખરાબ રસ્તાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લોકો એવી માંગ કરી રહ્યા છે કે, આ રસ્તાનું સમારકામ કરવા અંગે અનેક વખત તંત્રને રજૂઆત કરી હતી. પરંતુ કોઈ કામગીરી કરવામાં આવી નથી. જો ચૂંટાયેલા ધારાસભ્ય, સાંસદ સભ્ય આ રસ્તા પરથી પસાર થાય તો તેઓને આ રસ્તાની હાલતની સાચી ખબર પડે. ત્યારે તાત્કાલિક ધોરણે આ રસ્તાનું સમારકામ અથવા નવો રસ્તો બનાવવામાં લોકો માંગ કરી રહ્યા છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર