માળીયામા નજીવી બાબતમાં યુવક પર ચાર શખ્સોનો પાઇપ, ધારીયા વડે હુમલો
માળીયા મીંયાણામા રહેતા યુવકને એક શખ્સ સાથે આગલા દિવસે બોલાચાલી થયેલ હોય જેનો ખાર રાખી ચાર શખ્સો ક્રેટા કારમાં આવી યુવક સાથે બોલાચાલી ઝઘડો કરી યુવકને લોખંડના પાઇપ, લાકડાના ધોકા તથા ધરીયા વડે મારમાર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મીં) શહેરમાં રેલ્વે સ્ટેશન પાસે રહેતા એજાજભાઈ હનીફભાઇ મોવર (ઉ.વ.૨૫) એ આરોપી સોહીલ આદમભાઈ માલાણી, રમજાનભાઈ ઈબ્રાહીમભાઈ કટીયા રહે બન્ને .માળીયા રેલ્વે સ્ટેશન પાસે ,જી.મોરબી, ઈમરાન અનવરભાઈ સંધવાણી, આરીફ અનવરભાઈ સંધવાણી રહે.બન્ને કોળીવાસ, માળીયાવાળા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા આરોપી સોહીલને આગલા દિવસે સામાન્ય બોલચાલ થયેલ જેનો ખાર રાખી આરોપીઓ ક્રેટા કાર રજીસ્ટર નંબર-GJ 36 AJ 4674 માં આવી નીચે ઉતરી ફરીયાદી સાથે બોલાચાલી ઝધડો કરી ફરીયાદીને આરોપીઓએ લોખંડના પાઇપ, લાકડાના ધોકા તથા ધારીયા વડે મારમારી ઈજાઓ પહોંચાડી હતી જેથી આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.