મોરબી જીલ્લા શિક્ષક શરાફી મંડળીમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેથી મોરબી શિક્ષક શરાફી મંડળીમાં સભાસદોને અન્યાય થતો હોય અને મોટાભાગના સભાસદોને મંડળીના મેનેજમેન્ટ થી અસંતોષ થતો હોય માટે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનું નક્કી કર્યું છે.જેમાં નીચે મુજબના મુદ્દાઓનું ઉમેદવારો દ્વારા સંતોષકારક રીતે નિરાકરણ કરવાની ખાતરી આપી છે.
1. મંડળીમાં સભાસદોને ભેટ બાબત. મંડળીમાં સભાસદોને જાણ કર્યા વગર ગમે તે ભેટ આપી દેવામાં આવે છે.જેમાં પતિ પત્ની બંને નોકરી કરતા હોય તેને યોગ્ય ન હોય તો પણ ભેટ સ્વીકારવી પડે છે. અમારા દ્વારા દરેક સભાસદના રિવ્યુ લઈને બધાની અનુકૂળતા મુજબ ભેટ આપવામાં આવશે જેની ખાતરી આપવામાં આવે છે.
2. દરેક ચૂંટાયેલા સભ્યોને 3,000 જેવી માતબર રકમની ભેટ આપવામાં આવે છે .જે ભેટ બંધ કરવામાં આવશે.
3. મંડળીમાં મંત્રીને પગાર આપવામાં આવે છે. મંડળી સેવાનું માધ્યમ હોય તેનો પગાર અડધો કરવામાં આવશે.
4. મંડળી નો વહીવટ ઘણી જગ્યાએ પારદર્શક હોય એવું લાગતું નથી, જેમ કે ઘણા બધા ખર્ચ સમજાય તેવા નથી. તેમાં પારદર્શકતા લાવવામાં આવશે અને દરેક સભાસદને તેના વહીવટ વિશે માહિતગાર કરવામાં આવશે.
5. મંડળીના બિનજરૂરી ખર્ચ ઉપર કાપ મુકવામાં આવશે. અને સભાસદોને જ્યાં અન્યાય થતો હોય કે અસંતોષ હોય, ત્યાં તેનો અવાજ ઉઠાવવામાં આવશે.
6. મંડળીમાં સભાસદોને 11% એ લોન આપવામાં આવે છે. મંડળી આપણી બધાની છે લોન જેની જરૂરિયાત હોય તે લોકો લેતા હોય છે.માટે લોનનું વ્યાજ 10.50 ટકા કરવામાં આવશે .
7. મંડળી જે નફો કરશે તેમાંથી દરેક રકમનું યોગ્ય વળતર લોનમાં અને થાપણ ઉપર આપવામાં આવશે. જેની ખાત્રી આપીએ છીએ.
8. દરેક નિવૃત્ત સભાસદનું મંડળીના માધ્યમથી સન્માન કરવામાં આવશે.
9. મંડળીમાં દરેક શિક્ષકને સભ્ય બનવા માટે લોન લેવી પડે છે અથવા તો થાપણ મુકવી પડે છે પરંતુ આપણે હવેથી જે લોકોને સભ્ય બનવું હોય તેને નિયમ મુજબની કપાત કરીને મંડળીના સભાસદ બનાવીશું.
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી ખાતે મહાદેવજીને સુંદર ફૂલો થી શણગાર અને ભવ્ય દીપમાળા ત્રિવેદી એસોસિએટ્સ પરિવાર અને સદગુરુ ફ્લાવર્સ ભૂરાભાઈ જીઆઇડીસી તેમજ મહેન્દ્રનગર બ્રાન્ચના સૌજન્ય થી પ્રખ્યાત યુ ટ્યુબર ભાવિક ગજ્જર એન્ડ કંપનીના મધુર સંગીતના સથવારે મહાદેવજીની ભવ્યાતિભવ્ય મહાઆરતીનું...
મોરબી અત્રેના સરસ્વતી શિશુ મંદિર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી ના જિલ્લા, તાલુકા, મંડલના કાર્યકર્તાઓની હાલમાં ચાલતા સદસ્યતા અભિયાન અંગે તેમજ સંગઠનનો વિસ્તાર કરવા બાબતે સંગઠનના કાર્યકર્તાઓના ઘડતર માટેની બેઠક યોજાઈ.
જેમાં સંગઠન મંત્રથી બેઠકની શરૂઆત કરવામાં આવી, બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પ્રાંત અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ, મહામંત્રી પરેશભાઈ પટેલ...