Saturday, August 2, 2025

માળીયા: પીપળીયા ચોકડી નજીક શંકાસ્પદ ભેળસેળયુક્ત પેટ્રોલીંયમ પ્રવાહીનો જથ્થો ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મીં)ની પીપળીયા ચોકડી આગળ રાધે ક્રિષ્ના હોટલ પાછળ ખુલ્લી જગ્યામાં આરોપીઓએ ભેળસેળયુક્ત પેટ્રોલીંયમ પ્રવાહીનો જથ્થો બાયો ડીઝેલ છે તેમ કહી ટ્રક માલિકોને વેચાણ કરી ટ્રક માલિકો સાથે છેતરપીંડી કરતા ટેન્કર ભરેલ ભેળસેળયુક્ત પેટ્રોલીંયમ પ્રવાહીનો જથ્થો મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસને સંયુક્તમા મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા માળીયાની પીપળીયા ચોકડી આગળ રાધે ક્રિષ્ના હોટલ પાછળ ખુલ્લી જગ્યામાં આરોપીઓએ ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભળતા ભેળસેળ યુક્ત જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો બહારથી મંગાવી, પોતાના હવાલા વાળા ટેંકરમાં ગેર કાયદેસર રીતે વેચાણ કરવાના આશયથી રાખી ટ્રક માલીકોને બાયોડીઝલના નામે જાહેર જગ્યામાં રાખી વેચાણ કરી આ જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી આગ અથવા સળગી ઉઠે તેવુ સ્ફોટક હોવાનુ જાણવા છતા બીજાઓની જીંદગી અથવા શારીરીક સલામતી જોખમમાં મુકે તેવુ બેદરકારી ભર્યુ આચરણ કરી ટ્રક માલીકોને આ પેટ્રોલીયમ પ્રવાહિનો જથ્થો બાયોડીઝલ છે તેમ કહિ બાયોડીઝલના નામે વેચાણ કરી તેઓ સાથે વિશ્વાસઘાત કરી વેચાણ કરતા હોય તે દરમ્યાન રેઇડ કરી પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો ભરેલ ટેન્કર ઝડપી પાડી આરોપીઓ સ્થળ પર હાજર ન મળી આવતા આરોપી ધર્મેશભાઇ ઉર્ફે હક્કાભાઇ બાબુભાઇ ચાવડા રહે.હાલ મોરબી શનાળારોડ ઉમીયા સર્કલ પાસે ખોડીયાર નગર મુળ રહે. કેરાળીગામ તા.જી.મોરબી તથા વિરમભાઇ મઘાભાઇ ખાંભલીયા રહે.જોરવાડા ગામ તા.ભાભર જી.બનાસકાંઠાવાળા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ની કલમ- ૨૮૭,૨૮૮,૧૨૫,૩૧૬(૨) ૫૪ તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ ૩,૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર