મોરબીના ઉંચી માંડલ ગામે વાડીની ઓરડીમાંથી રૂ. 89 હજારના દારૂ બીયરના જથ્થા સાથે બે ઝડપાયાં
મોરબી જીલ્લામાં સાતમ આઠમના તહેવારો પહેલાં મોરબી એલસીબી પોલીસે મોરબીના ઉંચી માંડલ ગામના સ્મશાન પાસે તળાવની પાળ પાસે આવેલ કાંતિભાઈની વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૨૨૧ કિં રૂ. ૭૭,૧૦૦ તથા બીયર ટીન નંગ -૭૦ કિં રૂ. ૧૨,૬૦૦ મળી કુલ કિં રૂ. ૮૯,૭૦૦ ના મુદ્દામાલ સાથે બે ઈસમોને એલસીબી પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસને સંયુક્તમા ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી મોરબીના ઉંચી માંડલ ગામના સ્મશાન પાસે તળાવની પાળ પાસે આવેલ કાંતિભાઈની વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની બોટલ નંગ -૨૨૧ કિં રૂ. ૭૭,૧૦૦ તથા બીયર ટીન નંગ -૭૦ કિં રૂ. ૧૨,૬૦૦ મળી કુલ કિં રૂ. ૮૯,૭૦૦ ના મુદ્દામાલ સાથે બે ઈસમો જોરૂભાઇ અજાભાઇ ભાટીયા (ઉ.વ.૩૬) રહે. ઘુંટુ રામકો તા.જી. મોરબી મુળ રહે.કોંઢ તા.ધાંગધ્રા જી.સુરેંદ્રનગર, જગદીશસિંહ ઉમેદસિંહ ચૌહાણ (ઉ.વ.૩૮) રહે. ઘુંટુ રામકો તા.જી.મોરબી મુળ રહે.વલાસણ તા.જી. આણંદવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ જયેશભાઇ બાવાજી રહે. ઘુંટુ રામકો તા.જી. મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે ત્રણે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ મુજબનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.