મોરબીના મહેન્દ્રનગરમા રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું
મોરબીના મહેન્દ્રનગર પ્રભુકૃપા એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં -૧૦૪મા રહેણાંક મકાનમાં જુગાર રમતા આઠ ઈસમોને રોકડ રકમ રૂ. ૨૯૮૦૦ ના મુદ્દામાલ સાથે સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસને મળેલ બાતમીના આધારે ચંદુભાઇ જગજીવનભાઇ પટેલ રહે મોરબી-મેન્દ્રનગર પ્રભુકૃપા એપાર્ટમેન્ટ ફ્લેટ નં-૧૦૪ વાળો પોતાના રહેણાંક મકાને તીન પતિનો રોન પોલીસનો જુગાર રમાડતા હોય જે બાતમીના આધારે રેઇડ કરતા ચંદુભાઇ જગજીવનભાઇ પટેલ રહે મોરબી-મેન્દ્રનગર પ્રભુકૃપા એપાર્ટમેન્ટ ફ્લેટ નં-૧૦૪, જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતુભાઇ ભુપતભાઇ કંણઝારીયા રહે લાલપર પાણીના ટાકા સામે ઢાર ઉપર તા.જી.મોરબી, અજીતભાઇ બચુભાઇ બારોદરા રહે મોરબી -૨ કુબેર ટોકીજ પાછળ મેલડી માતજીના મંદીરની બાજુમાં, જયેશભાઇ ઇશ્વરભાઇ પટેલ રહે .લાલપર ગામ રાધે હોટલની પાસે તા.જી. મોરબી, કિશોરભાઈ રાજાભાઇ પટેલ રહે ઉમા રેસીડન્સી બ્લોક નં બી-૧૨ હળવદ રોડ મોરબી-૨, વિજયભાઇ પ્રેમજીભાઇ વાઘેલા રહે મોરબી-૨ ત્રાજપર ખારે પંચા માતાના મંદીર પાસે, લીલાધરભાઇ બેચરભાઈ પટેલ રહે પંચાસર રોડ રાજનગર બી-૨૨ મોરબી-૧, પ્રહલાદભાઇ રવજીભાઇ પટેલ રહે. ઉમા રેસીડન્સી બ્લોક નં આઇ-૪ હળવદ રોડ મોરબી-૨ વાળઓને રોકડા રૂપીયા-૨૯,૮૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી જુગારધારા ક.૪,૫ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ.
છે.