મોરબી શહેર-૦૧ પેટા વિભાગ હેઠળ આવાતા વિસ્તારોમાં આવતીકાલે વિજ પુરવઠો બંધ રહશે
આવતી કાલે તારીખ ૦૬-૦૮- ૨૦૨૫ ના બુધવાર નાં રોજ PGVCLના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી કાલીકા પ્લોટ ફીડર સવારે ૦૭:૩૦ વાગ્યા થી બપોરના ૦૩:૩૦ વાગ્યા સુધી નવી લાઈનકામ અને નવા ટી.સી. ઉભા કરવાની કામગીરી તેમજ મેન્ટેનસના કામ માટે વિજ પુરવઠો બંધ રહેશે.
જેમાં શ્યામ પાર્ક, હીરાસરીના માર્ગ વાળો વિસ્તાર, માર્કેટીંગ યાર્ડ, સુભાષ નગર, નરસંગ ટેકરી મંદિરની આજુબાજુનો વિસ્તાર, શ્રીરામ સોસાયટી, અમૃતનગર, અનુપમ સોસાયટી, ગૌતમ સોસાયટી, ગોકુલનગર, નિલકંઠ સ્કૂલની આજુબાજુનો વિસ્તાર, ગાયત્રીનગર, હરીહર નગર, કુંજ ગલી, રામેશ્વર સોસાયટી, વિજયનગર, યોગેશ્વર નગર, યદુનંદન ૧૨,૧૩,૧૪,૧૫, વિવેકાનંદ નગર, જયરાજ પાર્ક, વ્રજ વાટીકા, એવન્યુ પાર્ક તેમજ રવાપર રોડ વિસ્તારની સોસાયટી વગેરે જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે.