Wednesday, August 6, 2025

મોરબી જિલ્લામાં 8 થી 15 ઓગસ્ટ દરમિયાન ઉજવાશે હર ઘર તિરંગા અભિયાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લામાં લોકોમાં દેશભક્તિનો માહોલ ઉભો કરવા આગામી ૦૮ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની એક સમિતિની રચના પણ કરવામાં આવી છે.

આઝાદીના ૭૯ માં વર્ષના ભાગરૂપે પ્રજાના હૃદયમાં દેશભક્તિની લાગણી ઉત્પ્રેરિત કરવા તથા તિરંગા વિશે જાગૃતિ ફેલાવી તેની સાથે વ્યક્તિગત જોડાણ કરવાના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબીમાં પણ વિવિધ કાર્યક્રમોના આયોજનની થકી હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક સરકારી/ જાહેર ઇમારતો પર તિરંગો લહેરાવવામાં આવશે અને વિવિધ સ્થળોએ તિરંગાનું વિતરણ કરવામાં આવશે. ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે. વિવિધ સ્થળોએ તિરંગા સાથે સેલ્ફી લઈ શકાય તે માટે સેલ્ફી પોઇન્ટ ઊભા કરવામાં આવશે. દેશભક્તિ તેમજ સ્વચ્છતાની થીમ પર વોલ પેઇન્ટિંગ અને વોલ ડેકોરેશનનું આયોજન કરવામાં આવશે. જિલ્લાની શાળાઓ તથા કોલેજમાં દેશભક્તિની થીમ પર રંગોળી સ્પર્ધા, રાખી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને તિરંગા ક્વિઝ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે અને વિજેતા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવશે. બાળકો દ્વારા આર્મ ફોર્સ, પોલીસ વિભાગને પત્ર લખવાની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવશે તથા હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત પેરેન્ટ્સ ટીચર મીટીંગ્સ પણ યોજાશે.

જિલ્લા કક્ષાએ કાર્નિવલ પરેડનું પણ આયોજન કરવામાં આવશે જેમાં પોલીસના જવાનો શાળાના બાળકો પરંપરાગત લોક નૃત્યના કલાકારો તથા અન્ય કલાકારો પોલીસ બેન્ડ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ યોગબોર્ડ યુવક બોર્ડ રમતવીરો જિલ્લાની આઇકોનિક વ્યક્તિઓ તથા જિલ્લા વાસીઓ બહોળી સંખ્યામાં આ કાર્નિવલ પરેડ માં સહભાગી બનશે.

આ કાર્યક્રમમાં વિવિધ એસોસિએશન, વિવિધ સંસ્થાઓ, NGO, વિવિધ ફેક્ટરી તેમજ બાંધકામ સ્થળ પરના શ્રમિકો, FPO, APMC, સહકારી મંડળીઓ તથા અન્ય ખેડૂત સંસ્થાઓ, જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલ, તબીબી સંસ્થા, સીએચસી,પીએસસી, હેલ્થ સેન્ટર, ઔદ્યોગિક એકમો તથા ખાણકામ એકમો, શાળા/કોલેજ સહિત સમગ્ર જિલ્લાને સાંકળી લેવામાં આવશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર