સુરઝબારી ટોલ પ્લાઝા નજીક ત્રીપલ અકસ્માત બાદ આગ લાગતાં ચારના મોત
કચ્છ મોરબી હાઈવે રોડ ઉપર સૂરજબારી ટોલ પ્લાઝા પાસે ટેન્કર, ટ્રક અને ફોર વ્હીલમા આગ લાગી હતી આ બનાવ અંગે જાણ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. આ આગની ઘટનામાં ચાર વ્યક્તિના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ ગત રાત્રીના સમયે કચ્છ મોરબી હાઈવે રોડ ઉપર સૂરઝબારી ટોલ પ્લાઝા નજીક ટેન્કર, ટ્રક અને ફોર વ્હીલમા આગ લાગી હતી બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરતા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જયેશભાઇ ડાકી ફાયર ટીમ સાથે ફાયર ટેન્ડર એન્ડ રેસક્યુ ટેન્ડર રવાના કરેલ હતું તેમજ ટ્રાફિકના હિસાબે ભચાઉ ફાયર ટીમ પણ રવાના કરેલ હતી. ફાયર વિભાગ દ્વારા ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી જેમાં ૦૫ બાળકો અને બે ડ્રાઇવરને સહી સલામત સામખીયાળી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે આગની લપેટમાં આવી જતા ચાર વ્યક્તિના મોત નિપજ્યા હતા જેથી ૦૪ ડેડબોડી ઓળખ માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.