મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં નંદ ઉત્સવ ઉજવાયો
મોરબીની માધાપર કન્યા શાળામાં રાધા અને કાનુડો રાસે રમ્યા
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક, સહ અભ્યાસિક અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીનીઓને શાળાએ આવવું ગમે છે, રોકાવું ગમે છે, ભણવું ગમે છે. હાલ જન્માષ્ટમીના તહેવારનું આગમન થઈ રહ્યું હોય, પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં “નંદ ઉત્સવ” ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બાલ વાટીકાથી ધો.5 ની તમામ બાળાઓ સુંદર મજાના કાન ગોપી, રાધાના વસ્ત્ર પરિધાનમાં સજ્જ થઈ હતી, કાનુડો જન જન હૃદયમાં વસેલો હોય, આબાલ વૃદ્ધ સૌ માટે કાનુડો ગમતું પાત્ર હોય બાળાઓએ કાનુડાનો શણગાર સજયો હતો ઘણી બધી બાળાઓએ રાધા અને ગોપીનો શણગાર સજયો હતો, આ તમામ કાન – ગોપીઓએ મનમૂકીને રાસે રમ્યા હતા, મટકી ફોડનો કાર્યક્રમ કરી નંદ ઉત્સવની જાજરમાન ઉજવણી કરી હતી. સમગ કાર્યક્રમને સફળ બનાવવા તમામ સારસ્વત શિક્ષક બંધુ- ભગીનીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી.