Saturday, August 9, 2025

મોરબી નજીક યુવકને બે શખ્સોએ માર મારી રૂપિયા 15 હજારની લુંટ ચલાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ માળીયા હાઈવે રોડ ઉપર તુલશીવન પેટ્રોલપંપથી મામા લેમીનેટ નામનાં બંધ કારખાના વચ્ચે યુવકની ટ્રકનુ વ્હીલ ફાટી જતા રોડ પર સાઈડમાં પાર્ક કરેલ હોય ત્યારે બે ઈસમો કારમાં આવી લાકડાના ધોકા તથા પાના પક્કડ લઈ છુપી રીતે યુવકના ટ્રકની બેટરી ખોલતા તેમ કરવાનું ના કહેતા યુવકને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી રૂ. ૫૦૦૦ રોકડા તથા બે બેટરી રૂ.૧૦૦૦૦ એમ કુલ કિં રૂ. ૧૫૦૦૦ની લુંટ ચલાવી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના ભરડવા ગામે રહેતા કીરણભાઈ બબાભાઈ રાવલ (ઉ.વ.૩૧) એ આરોપી બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે હળવદ માળીયા હાઈવે રોડ ઉપર તુલશીવન પેટ્રોલપંપથી મામા લેમીનેટ નામનાં બંધ કારખાના વચ્ચે ફરીયાદીના ટ્રકનું વ્હીલ ફાટી જતા રોડ પર સાઇડમાં પાર્ક કરેલ હોઇ તે દરમ્યાન બે અજાણ્યા ઇસમો ફોરવ્હીલ કારમા આવી કારને દુર મુકી હાથમાં લાકડાનો ધોકો તથા પાના પક્કડ લઇ છુપી રીતે ફરીયાદીના ટ્રક પાસે આવી ટ્રકની બેટરી ખોલતા હોઇ ફરીયાદીએ તેમ કરવાનુ ના કહેતા બે અજાણ્યા ઇસમો પૈકી એક ઇસમે પોતાના હાથમાના લાકડાના ધોકાથી ફરીયાદીને માર મારીને મારી નાખવાની ધમકી આપી ફરીયાદી પાસેથી રૂ.૫૦૦૦/- કઢાવી લુંટ કરી અને ફરીયાદીના ટ્રકની બે બેટરી કી.રૂ.૧૦૦૦૦/- એમ કુલે રૂા.૧૫,૦૦૦/- લુંટ ચલાવી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર