મોરબીના પંચાસર રોડ પર ફ્લેટમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત છ ઝડપાયા
મોરબી પંચાસર રોડ સતનામ સોસાયટી કેસરી હાઈટ્સ બ્લોક નં -૪૦૧મા આરોપીના ફ્લેટમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત છ ઈસમોને રોકડા રૂપિયા ૪૨,૧૦૦ નાં મુદામાલ સાથે સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી પંચાસર રોડ સતનામ સોસાયટી કેસરી હાઈટ્સ બ્લોક નં -૪૦૧મા આરોપી ભાવીકભાઈ વરસડાના ફ્લેટમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત છ ઈસમો ભાવીકભાઇ નરભેરામભાઇ વરસડા (ઉ.વ..૨૬) રહે.મોરબી સતનામનગર કેસરી હાઇટસ બ્લોકનં.૪૦૧, મીનાબેન નરભેરામભાઇ સુંદરજીભાઇ વરસડા (ઉ.વ.૪૬) રહે.મોરબી પંચાસર રોડ સતનામનગર કેસરી હાઇટસ બ્લોકનં.૪૦૧, નીમીશભાઇ ભગવાનજીભાઇ હોથી (ઉ.વ.૨૪) રહે.મોરબી કામધેનુ સામે ગજેન્દ્રપાર્ક શીવવીલા બ્લોકનં.૪૦૧, સુમનભાઇ કાન્તીભાઇ માકાસણા (ઉ.વ.૨૬) રહે.મોરબી કંડલા બાયપાસ ગજેન્દ્રપાર્ક શીવવીલા બ્લોકનં.૨૦૨, પ્રીયંકાબેન અનીલભાઇ કેશુભાઇ ફેફર (ઉ.વ.૩૬) રહે.મોરબી ઉમીયાનગર રવાપર ધુનડા રોડ, મયુરીબેનને રોકડ રૂપિયા ૪૨૧૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.