કચ્છથી ચોરી કરેલ ચાર બાઈક સાથે બે ઈસમોને પકડી પાડતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ
કચ્છના મોંમાંઈ મોરા ગામે તથા કચ્છમા અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ ચાર મોટર સાયકલ સાથે બે આરોપીઓને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસને ખાનગી બાતમી મળેલ કે એક ઇસમ પોતાનુ મોટરસાયકલ લઇ નિકળી મોરબી શહેરમા આંટા મારતો હોવાની બાતમી મળતા ઇસમ હાલમાં મોરબી ભકિતનગર સર્કલ પાસે હોવાની બાતમીના આધારે ઇસમને પકી મોટરસાયકલ બાબતે પુછપરછ કરતા તેની પાસે રહેલ મો. સા નં.GJ-12- EF-1634 વાળુ કચ્છના મોમાઇ મોરા ગામે મોમાઇ માતાના મંદીર રાપર કચ્છ ખાતે મેળો ભરાયેલ હોય ત્યાથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ તેમ આ સિવાય અન્ય ત્રણ મોટર સાયકલ કચ્છના અલગ અલગ જગ્યાએથી ચોરી કરી તેના મિત્ર સંજયભાઇ મનસુખભાઇ છગનભાઇ વાઘેલા રહે-કુંભારીયા માળીયા મિયાણા મોરબી વાળાને આપેલ હોવાનું જણાવતા તેમના મિત્ર પાસેથી અન્ય ત્રણ મોટરસાયકલ ચોરી થયેલ મોટર સાયકલો મળી આવેલ હોય જેના કોઇ કાગળો તેની પાસે નહોય અને આ ચારેય મોટરસાયકલ કચ્છ જીલ્લામાથી અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા આરોપી રાજેશભાઇ ઉર્ફે રાજુ વિશાભાઇ મકવાણા (ઉ.વ.૨૫) રહે-મકવાણા વાસ માખેલ ગામ તા.રાપર જી.કચ્છ તથા સંજયભાઇ ઉર્ફે ગવો મનસુખભાઇ વાઘેલા (ઉ.વ.૨૫) કુમ્ભારીયા ગામ તા.માળીયા મિંયાણાવાળાને પકડી પાડી ચારેય મોટર સાયકલ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- બી.એન. એન.એસ કલમ.૧૦૬, ૩૫(ઇ) મુજબ કબ્જે કરી પુર્વકચ્છ પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
