મોરબીના ગ્રીન ચોકમાં ચીલઝડપ કરનાર ઈસમને પકડી પાડતી સીટી એ ડીવીઝન પોલીસ
મોરબીના ગ્રીન ચોકમાં વૃદ્ધના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરનાર ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડ્યો છે.
મોરબીના ગ્રીન ચોકમાં પારેખ શેરીમાં રહેતા ભારતીબેન દિપકભાઇ જમનાદાસ પારેખના ગળામાંથી દોઢ તોલા સોનાની ચેઇનની ચીલઝડપ કરી નાસી ગયેલ ઇસમને શોધવા માટે પોલીસે મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી. કેમેરા તેમજ સ્થાનિક દુકાનો મા લગાવવામા આવેલ કેમેરા તેમજ હયુમન સોર્સીસ થી બાતમીદારો આધારે ખાનગી બાતમી મળેલ કે સોનાનો ચઇનની ચીલઝડપ કરનાર ઇસમ ચોરીમા ઉપયોગમા લીધેલ તેના મોટરસાયકલ સાથે સીવીલ હોસ્પીટીલ થી આગળ ઉભેલ છે. જેથી બાતમીના આધારે ઇસમને રોકી ચીલઝડપ બાબતે વિશ્વાસમા લઇ યુકિત પ્રયુકિત થી પુછપરછ કરતા તેને આ ચીલઝડપ કરેલાની કબુલાત આપતો હોય જેથી આરોપી પાસેથી એક સોનાનો દોઢ તોલાનો કી.રૂ.૧,૦૫૦૦૦/- નો તથા હોન્ડા સાઇન મોટર સાયકલ નં.જી.જે.૧૦-ઇ.એ.૮૫૯૩ કિ.રૂ.૫૦૦૦૦/- વાળુ મળી કુલ રૂ.૧,૫૫,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી અજીતભાઇ હરેશભાઇ મુછડીયા (ઉ.વ.૨૫) નોકરી રહે. સુઝલોનના ગેસ્ટ હાઉસમાં, પવનસુત એપાર્ટમેન્ટ, શકિતપ્લોટ, મોરબી મુળ રહે. શ્રીનગર સોસાયટી, મધુરમ, વંથલીરોડ, જુનાગઢવાળાનૂ ઝડપી પાડી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ બી.એન.એસ કલમ.૩૦૪(૨)મુજબ નો ગુન્હો ડીટેકટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ હતી.