મોરબીના વીસીપરામા જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયાં
મોરબીના વીસીપરામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમોને રોકડ રૂપિયા ૩૫૨૫૦ નાં મુદામાલ સાથે સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફને સંયુક્ત ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી-૨ વીશીપરા બીલાલી મસ્જીદ પાસે જાહેરમાં રેઇડ કરી કુલ-૮ આરોપીઓ મુકેશભાઇ માવજીભાઇ જોગડીયા (ઉ.વ.૩૫) રહે. બિલાલી મસ્જીદ પાસે મોરબી, ઉમરફારૂકભાઇ હારૂનભાઇ માણેક (ઉ.વ.૨૭) રહે. મદીના સોસાયટી મોરબી, અકબરભાઈ કાસમભાઇ કટીયા/(ઉ.વ.૪૨) રહે વીશીપરા રમેશ કોટન મીલની બાજુમાં મોરબી, નિજામભાઇ સલીમભાઈ મોવર (ઉ.વ.૨૦) રહે.ઇદ મસ્જીદરોડ મચ્છીપીઠપાસે જુના બસ સ્ટેશન મોરબી, રફીકભાઇ હાસમભાઈ કાશમાણી (ઉ.વ.૪૭) રહે.બીલાલી મસ્જીદ પાસે વીશીપરા મોરબી, અસ્લમભાઇ કરીમભાઇ માણેક (ઉ.વ.૨૪) રહે.જોન્સનગર મચ્છીપીઠ બાજુમાં મોરબી, આસીફભાઇ હાજીભાઇ જીજીંગીયા (ઉ.વ.૨૫) રહે.બીલાલી મસ્જીદ પાસે વીશીપરા મોરબી, શાહરૂખભાઇ ફીરોજભાઇ પઠાણ (ઉ.વ.૩૫) રહે શાંતીવન આશ્રમ સામે વીશીપરા મોરબીવાળાને રોકડા રૂ.૩૫,૨૫૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા ૧ર મુજબ ગુન્હો દાખલ કરેલ છે.