મોરબીમાં ભાગીદારો અને પ્રેમ સંબંધના ઈમોશનલ બ્લેક મેલથી કંટાળી યુવાને ઝેરી દવા ગટગટાવી :6 શખ્શો વિરુદ્ધ ફરીયાદ
મોરબીમાં રહેતા યુવકને ચાર શખ્સો સાથે ગ્લેર સિરામિક નામના કારખાનામાં ભાગીદાર હોય જેઓએ ધંધાના દેણાના રૂપીયા ૪,૩૭,૦૦,૦૦૦ નહી ચુકવી વેપારી યુવક તેઓ પાસે ઉઘરાણી કરતા ઘમકી આપી ત્રાસ આપેલ તેમજ યુવકને અન્ય એક મહિલા સાથે પ્રેમ સંબંધ હોય જેનો ફાયદો ઉઠાવી કુલ છ આરોપીઓએ ભેગામળી યુવકને ઈ ઈમોશનલ બ્લેક મેલ કરી તથા ધમકી આપી પૈસા પડાવી લઈ માનસીક ત્રાસ આપતા યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવમા છ શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારાના ઉમીયાનગરમા રહેતા પ્રકાશભાઈ કુંવરજીભાઇ ભાડજા (ઉ.વ.૪૨) એ આરોપી અમીતભાઈ વશરામભાઇ ચાસેલા, ભાવેશભાઈ બાબુભાઈ વીડજા, બીપીનભાઈ મનસુખભાઈ દેત્રોજા, મનોજભાઈ હરખાભાઈ સાણંદીયા, અચીંતભાઈ મહેતા તથા એક મહિલા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અશોકભાઈ નાનજીભાઇ પાડલીયા (ઉ.વ.૪૨) રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી મોરબી વાળા ફરીયાદીના સાળા થતા હોય અને અશોકભાઈએ આશરે છ-સાત વર્ષ પહેલા મોરબીના કેતનભાઈ વીલપરાનુ લગધીરપુર રોડ ઉપર આવેલ ગ્લેર સીરામીક નામનુ સીરામીકનુ કારખાનુ નવેક લાખના માસીક ભાડાથી રાખેલ હતુ અને અશોકભાઈ સાથે પાર્ટનરમાં મોરબીના અમીતભાઈ વશરામભાઈ ચારોલા તથા ભાવેશભાઇ બાબુભાઇ વીડજા તથા બીપીનભાઈ મનસુખભાઈ દેત્રોજા તથા મનોજભાઈ હરખાભાઈ સાણંદીયા મુળ, ગામ-બગથળા તા.જી. મોરબીવાળાઓ હતા અને આ પાંચેય મળી કારખાનુ ચલાવતા હતા જેમા કરખાનાને લગતા રો મટીરીયલની ખરીદીનું કામકાજ અશોકભાઈ સંભાળતા હતા તથા તમામ પ્રકારનો હિશાબ બીપીનભાઈ દેત્રોજા સંભાળતા હતા જેમા અશોકભાઇએ રૂપીયા ત્રીસ લાખ અમિતભાઈના બેંક એકાઉન્ટમા જમા કરાવેલ હતા અને નફા તથા ખોટમાં તમામને સરખા ભાગે લેતી દેતી કરતા હતા.
આમ ચાલુ ધંધા દરમ્યાન કારખાનામાં ખોટ આવતા આર્થીક તંગી જણાતા રૂપીયાની જરૂર પડેલ જેથી આ અમીતભાઈ તથા ભાવેશભાઈ તથા બીપીનભાઈ અને મનોજભાઈના કહેવાથી રૂપીયાની વ્યવસ્થા ફરીયાદીના સાળા અશોકભાઈએ કરેલ આ સમય ગાળા દરમ્યાન કોરોના કાળ પહેલા ફરીયાદીના સાળા અશોકભાઈના પિતાને હ્રદયની બિમારી થતા અશોકભાઈ તેમની સારવારમાં રોકાયેલ હતા. આ દરમ્યાન તે ના ઉપર જણાવેલ ચારેય પાર્ટનરોએ ભેગા મળી કારખાનાને લગતુ રો-મટીયરીયલ ઉધારમાં અશોકભાઈના નામે અલગ અલગ વેપારીઓ પાસેથી મંગાવેલ તેમજ અશોકભાઈની જાણ બાર કારખાનાનુ ટાઇલ્સનુ ઉત્પાદન અને બહારથી મગાવેલ રો-મટીરીયલ વેચી નાખી તેની રકમ આ ચારેય પાર્ટનરોએ પોત પોતાની અંગત રીતે એક બીજાએ વેચી લીધેલ અને તેમાથી કોઇ રકમ અશોકભાઇને આપેલ નહી આ પછી અશોકભાઈના પિતાજીનું અવશાન થયેલ બાદ અશોકભાઈ કારખાને ગયેલ ત્યારે કારખાનુ બંધ જેવુ હાલતમાં હતુ અને કોઇ રો-મટીરીયલ કે ઉત્પાદનનો માલ ગોડાઉનમાં જોવામાં આવેલ નહી જેથી અશોકભાઈએ તેના ચારેય પાર્ટનરોને આ બાબતે પુછપરછ કરતા તમામે ગોળ ગોળ જવાબ આપી જણાવેલ કે મંદીના કારણે કારખાનામાં ખોટ ગયેલ છે અને મોટી રકમનુ દેણ કારખાના ઉપર ચડી ગયેલ છે જેથી કોઇ હિશાબ થઈ શકે નહી.
ત્યારબાદ કંટાળીને અશોકભાઈએ તેના પાર્ટનરોને ફરીથી કહેલ કે આપણે ભેગા બેસી હિશાબ ચોખો કરી લઈએ જેથી એક વખત આ ચારેય પાર્ટનરો તથા અશોકભાઈ ભેગા મળી હિસાબ કરેલ જેમા ભાગીદારીના કારખાનામાં કુલ આશરે પાંચેક કરોડ જેટલુ દેણ થયેલ હોય અને આ દેણ સરખા ભાગે ભરવાનુ થતુ હતુ પરંતુ અશોકભાઈ ચારેય પાર્ટનને એ એવુ કહેલ કે તમે અત્યારે આ દેણુ ભરી આપો અમો તમોને અમારા ભાગના પૈસા આપી દેશુ જેથી વિશ્વાસમાં આવી મારા સાળા અશોકભાઈએ તેની હમીરપર ગામે આવેલ ખેતીની જમીન આશરે છ એકર તથા તેનું હમીરપર ગામનું રહેણા કે મકાન અને મોરબી ખાતેનુ એકતા સોસયટીમા આવેલ મકાન વેચી અશોકભાઇએ આ દેણુ રૂ.૪,૩૭,૦૦,૦૦૦/- (ચાર કરોડ સાડત્રીસ લાખ રૂપીયા) ચુકવી આપેલ આ પછી ફરીયાદીના સાળાએ તેના ચારેય પાર્ટનરોને રૂપીયા આપવા માટે અવાર નવાર ઉઘરાણી કરતા પરંતુ આ ચારેય ગોળ ગોળ બહાના બતાવી રૂપીયા આપતા નહિ અને છેલ્લા છએક મહીનાથી જ્યારે જ્યારે અશોકભાઈ આ ચારેયને રૂબરૂ તથા ફોનથી રૂપીયાની ઉઘરાણી કરતા તો આ ચારેય અશોકભાઈએ ધમકી આપતા કે તારા રૂપીયા આપવાના થતા નથી તારાથી જે થાય તે કરી લેજે અને હવે પછી ઉઘરાણી કરીશ તો તને ગામમાં હાલવા જેવો નહી રાખીએ અને ટાંટીયા ભાગી નાખશું તેવી ધમકી આપતા જેથી આ લોકોના ત્રાસથી ફરીયાદીના સાળા સતત ટેન્શનમાં રહેતા હતા.
આ સમયગાળા દરમિયાન ફરીયાદીના સાળાને અમદાવાદની એક મહિલા સાથે પ્રેમ સંબંધ હોય અને તે મહિલાને અન્ય વ્યક્તિ સાથે પણ પ્રેમ સંબંધ હોય જેથી મહિલા તથા મહિલાના પ્રેમી અર્ચીતભાઈએ મળી ફરીયાદીના શાળા અશોકભાઈને બ્લેક મેઇલ કરી ૭૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા અને અવારનવાર ધમકીઓ આપતા આરોપીઓના ત્રાસથી અશોકભાઈએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો ત્યારબાદ યુવકોને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે તમાંમ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.