Tuesday, August 12, 2025

મોરબી સરદારબાગ હેડવર્કસથી પીવાના પાણીનું વિતરણ થતા વિસ્તારમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક નાખવા રૂ. 21.14 કરોડની મંજુરી મળી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મહાનગરપાલિકા (MMC) દ્વારા શહેરના પીવાના પાણીના મુદ્દાને દૃઢતાથી ઉકેલવા માટે મોરબી શહેરમાં લાંબા ગાળાના પીવાના પાણી પુરવઠા માટે સરદારબાગ હેડવર્કસ થી પીવાના પાણી નું વિતરણ થતા વિસ્તારમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક નાખવાના કામની રકમ રૂ.૨૧.૧૪ કરોડ ની મંજુરી મળેલ છે.

સદર કામમાં સરદારબાગ ના દૂરના વિસ્તારોના રહેવાસીઓને પાણીના અપૂરતા પુરવઠા અંગે મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને, હવે વિસ્તારના બધા ઘરો માટે સ્થાયી અને વિશ્વસનીય પાણી પુરવઠાને સુનિશ્ચિત કરવા માટે નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ની યોજના રજૂ કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત ઉંચાઈ પર આવેલા સર્વિસ રિસર્વોયર (ESR) અને ગ્રાઉન્ડ સર્વિસ રિસર્વોયર (GSR) નો ઉપયોગ કરવામાં આવશે, જે સરદારબાગ HW (હેડવર્કસ) ખાતે આવેલા છે.

વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ની આ યોજના હિરાસરી રોડ, રવાપર રોડ અને કન્યાછત્રાલયા રોડ, શક્તિ પ્લોટ, કાયાજી પ્લોટ, કાલિકા પ્લોટ,દાઉદી પ્લોટ, શનાળા મેઈન રોડ મુખ્ય રોડ સહિત આસપાસના વિસ્તારોમાં વિતરણના આયોજન સાથે અંદરગાળા વિસ્તાર સુધી પૂરતા પ્રમાણમાં પીવાના પાણી વિતરણ સમસ્યાનો અંત આવશે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર