હળવદમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું
હળવદના ગૌરી દરવાજા વિસ્તારમાં આરોપીના રહેણાંક મકાનમાં જુગાર રમતા ૦૬ ઈસમોને રોકડ રકમ રૂપિયા ૭૩૪૦૦ નાં મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ હળવદ પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા હળવદના ગૌરી દરવાજા વિસ્તારમાં આરોપી ઘનશ્યામભાઈ નાનજીભાઈ પરમારના રહેણાંક મકાનમાં જુગાર રમતા ૦૬ ઈસમો ઘનશ્યામભાઇ નાનજીભાઇ પરમાર (ઉ.વ ૫૦) રહે. હળવદ ગૌરી દરવાજા પરશુરામ મંદિરની બાજુમાં તા.હળવદ, ભરતભાઇ મનજીભાઇ તારબુંદીયા (ઉ.વ ૪૮) રહે હળવદ ખારી વાડી રામનગર તા.હળવદ, દિનેશભાઇ કરશનભાઇ પરમાર (ઉ.વ ૪૧) રહે હળવદ ગૌરી દરવાજા પરશુરામ મંદિરની બાજુમાં તા.હળવદ, વિપુલભાઇ રણછોડભાઇ રાઠોડ (ઉ.વ ૨૨) રહે. હળવદ ગૌરી દરવાજા પરશુરામ મંદિરની બાજુમાં તા.હળવદ, પિયુષભાઇ દનાભાઇ રાઠોડ (ઉ.વ ૨૮) રહે. હળવદ સૈયદ વાસ પીરની દરગાહની બાજુમાં તા.હળવદ, ગૌતમભાઇ ગણેશભાઇ ચૌહાણ (ઉ.વ ૨૮) રહે. હળવદ સ્વામીનારાયણ નગર મુળ રહે હળવદ ગૌરી દરવાજા હનુમાનજી મંદિરની બાજુમાં તા. હળવદવાળાને રોકડ રૂપિયા ૭૩૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.