મોરબીના વાંકડા ગામની સીમમાં આવેલ પાણીના કૂવામાં પડી જતા યુવતીનું મોત
મોરબી તાલુકાના વાંકડા ગામની સીમમાં આવેલ જીતેશભાઇ નાનજીભાઈ વડગાસીયાના ખેતરમાં આવેલ પાણીના કૂવામાં પડી ડુબી જતા યુવતીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની અને હાલ મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં કઝારીયા સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મનહરભાઈ નાયકાની દિકરી સપનાબેન ઉ.વ.૨૨ વાળી મોરબી તાલુકાના વાંકડા ગામની સીમમાં આવેલ જીતેશભાઈ નાનજીભાઈ વડગાસીયાના ખેતરમાં આવેલ પાણીના કુવામાં અકસ્માતે પડી જતા પાણીમાં ડુબી જવાથી યુવતીનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.