વાંકાનેરના સતાપર ગામે ખેડૂતની વાડીએ ટ્રાન્સફોર્મરમાં ચડી ગયેલા દિપડાનું વીજ શોક લાગવાથી મોત
વાંકાનેર તાલુકાના સતાપર ગામની આજુબાજુના વિડી વિસ્તારમાંથી અવારનવાર દીપડાઓ ચડી આવતા હોય, જેના કારણે આ વિસ્તારના ખેડૂતોમાં સતત ભયનો માહોલ જોવા મળતો હોય, ત્યારે ગતરાત્રિના ગામની સીમમાં આવેલ એક ખેડૂતની વાડીએ ચડી આવેલ દીપડો ટ્રાન્સફોર્મર (ટીસી)માં ચડી જતા ઇલેક્ટ્રીક શોક લાગવાથી દિપડાનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સતાપર ગામની સીમમાં આવેલા કુશાલભાઈ ધરમશીભાઈ મકવાણા નામના ખેડૂતની વાડીએ ગત મોડીરાત્રીના એક દિપડો ચડી આવ્યો હોય, જેમાં દિપડો ચાલુ ટ્રાન્સફોર્મર પર ચડી જતા ઇલેક્ટ્રીક શોક લાગવાથી દિપડાનું ટીસી પર જ મોત થયું હતું, અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અવારનવાર આજુબાજુના વિસ્તારમાંથી દીપડાઓ ચડી આવતા હોય, જેના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.