આજે રાંધણ છઠ્ઠ: મહિલાઓ વિવિધ વાનગીઓની રસોઈ બનાવી ચૂલો ઠારશે
ચૂલાનુ, રૂના નાંગલા, ચુંદડી કંકુ, ચોખા ચંદન,ફૂલ ના હાર, અબીલ ગુલાલથી પૂજન કરશે
આ દિવસ હળ છઠ્ઠ કહેવાતો હોવાથી ખેડૂતો આ દિવસે પોતાના હળ નુ પૂજન કરવાનું પણ મહત્વ
આજે દિવસ એટલેકે શ્રાવણ વદ છઠ્ઠને ગુરુવાર ૧૪ ઓગસ્ટ આ દિવસે રાંધણ છઠ્ઠ છે. આ દિવસે કૃષ્ણ ભગવાનના મોટાભાઈ બલરામજીનો જન્મ થયો હતો. આ દિવસને હળ છઠ્ઠ પણ કહેવામાં આવે છે
શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો અને તેમા પણ જન્માષ્ટમી પુર્વે રાંધણ છઠ્ઠનો તહેવાર આવે છે. આ તહેવાર મા શહેર તથા ગ્રામ્ય વિસ્તાર મા સવારથી સાંજ સુધી મીઠાઈ,ફરસાણ સહિતની વાનગીઓ રસોઈ બનાવી અને ચુલો ઠારવાની પરંપરા નીભાવશે.
રાંધણ છઠ્ઠનો તહેવાર શિતળા સાતમને અનુલક્ષીને મનાવવામાં આવે છે. સાતમના દિવસે રસોઈ બનાવાતા નથી. આથી મહિલાઓ છઠ્ઠના દિવસ સુધી રસોઈ બનાવે છે.
ચુલા નું પૂજન:-અત્યારના જમાના પ્રમાણે જૂના ચૂલા કે સગડી કોઈપણ ના ઘરે હોતા નથી આથી આધુનિક ગેસ ના ચુલાનું પણ પૂજન કરી શકાય છે રાંધણ છઠ્ઠના દિવસે બધી રસોઈ બનાવી રાત્રે ચુલો ઠારી બંધ કરી તેનુ ? રૂ ના નાગલા ચુંદડી કંકુ, ચોખા, ચંદન, અબીલ ગુલાલથી પૂજન કરવું આમ ચુલા નુ પૂજન કરવું.
જયોતિષની દ્રષ્ટિએ છઠ્ઠના અધિષ્ઠાતા દેવતા સૂર્ય છે. સૂર્યમા અગ્નિતત્વ રહેલ છે. રસોઈમા પણ અગ્નિ તત્વનું મહત્વ વધારે છે અને રસોઈ ઘરમા માતાજી અન્નપૂર્ણાનો વાસ છે.
આમ તહેવારોમાં રાંધણ છઠ્ઠનું મહત્વ વધારે છે. રાંધણ છઠ્ઠના દિવસે બનાવેલી વાનગી વધારે સ્વાદિષ્ટ થાય છે.
ચૂલો ઠારવાનુ મુહૂર્ત
સાંજે શુભ ચોઘડિયું
૫.૪૧થી ૭.૧૮
▸ રાત્રે અમૃત ચોઘડીયુ
૭.૧૮ થી ૮.૪૧
▸ રાત્રે ચલ ચોઘડિયું
૮.૪૧ થી ૧૦.૦૫