મોરબી કંડલા ને.હા. પર ટ્રકે હડફેટે લેતા એક વ્યક્તિનું મોત
મોરબી કંડલા નેશનલ હાઇવે રોડ પર ફર્ન હોટલ સામે રોડ ઉપર રોડ ક્રોસ કરી રહેલા વ્યક્તિને ટ્રકે હડફેટે લેતા તેમનું મોત નિપજ્યું હતું જેથી મૃતકના પુત્રએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ પંચપહાર સરકારી શાળા પાસે બેડા મોહલ્લા દર્જીયોની ગલી તા્.પંચપહાર (રાજસ્થાન) વાળાએ આરોપી ટાટા ટ્રક રજીસ્ટર નંબર -જીજે-૧૨-બી.ઝેડ-૩૮૨૧ ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ટ્રક ચાલકે પોતાનો ટ્રક બે ફિકરાઇથી ચલાવી ફરીયાદીના પીતા જે રસ્તો ક્રોસ કરતા હોય તેને હડફેટે લઈ અકસ્માત કરી ફરીયાદીના પિતાને શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી ટ્રક ચાલક નાસી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.