મોરબી કચ્છ હાઈવે પર વાહન નીચે પડતું મુકતાં આધેડનું મોત
મોરબી કચ્છ હાઈવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ સામે હાઈવે રોડ ઉપર પસાર થતા મોટા વાહન નીચે પડતું મુકતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના વતની કમલ ભોગીરામ પરમાર (ઉ.વ.૪૯) નામના આધેડે પોતાની જાતે મોરબી કચ્છ હાઈવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ સામે હાઈવે રોડ ઉપર પસાર થતા મોટા વાહન નીચે પડતું મુકતાં વાહનનો પાછળનો ભાગ માથા સાથે અથડાતા માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે માળિયા (મીં) પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.