મોરબીના જોન્સનગરમા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની છ બોટલ સાથે મહિલા ઝડપાઇ
મોરબી શહેરમાં આવેલ જોન્સનગર લુક્સ ફર્નિચર વાળી શેરીની બાજુમાં મહિલા આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની છ બોટલ સાથે એક મહિલાને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડી છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસને સંયુક્તમા ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબી શહેરમાં આવેલ જોન્સનગર લુક્સ ફર્નિચર વાળી શેરીની બાજુમાં રહેતા આરોપી હમીદાબેન અસગરભાઈ જેડા (ઉ.વ.૩૫) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૬ કિં રૂ. ૧૫,૬૦૦ ના મુદ્દામાલ સાથે મહિલા આરોપીને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ અલ્તાફ ઉર્ફે રાજા સોકતભાઈ ખોડ રહે. વાવડી રોડ કેનાલની બાજુમાં મોરબીવાળાનુ નામ ખુલતા બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.