મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં નિવૃત ફૌજી સહદેવસિંહ ઝાલાએ બાળાઓને ભારતીય સેના વિશે આપી સમજ
મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં બાળાઓનું સશક્તિકરણ થાય, વિદ્યાર્થીનીઓને તમામ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત થાય, બાળાઓ જીવન જીવવાનું કૌશલ્ય લાઈફ સ્કિલનું એજ્યુકેશન મેળવે એ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, એ અન્વયે મોરબીના રવાપર(નદી) ગામના નિવૃત ફૌજી સહદેવસિંહ ઝાલાએ બાળાઓને ભારતની થલ સેના, વાયુસેના,અને નેવી એમ ત્રણેય સેના વિશે વિસ્તૃત સમજ આપી હતી.
અર્જુન ટેન્ક, ભીષ્મ ટેન્ક,તેમજ મિસાઈલ ડ્રોન, ગન,બંદૂક,વગેરેના ચિત્રો વિડીઓ બતાવી હથિયારોનો કેવી રીતે ઉપયોગ કરવો વગેરેની ખુબજ સરસ અને વિગતવાર સમજણ આપી હતી, સહદેવસિંહ ઝાલાનો ધ્યેય છે મોરબીમાંથી વધુને વધુ દિકરીઓ પોલીસ, આર્મીમાં જોડાય, વધુને વધુ દિકરીઓ વર્ધિ પહેરે એ માટે તેઓ દિકરીઓને ટ્રેનિંગ આપી રહ્યા છે,તેઓ સેનામાં 28 વર્ષ સુધી ફરજ બજાવી બે વર્ષ પહેલાં નિવૃત્ત થયા હોવા છતાં હજુ એમનો દેશપ્રેમ એટલો જ જીવંત છે, એટલે જ તેઓ મોરબીમાંથી ફૌજીઓ ત્યાર કરવાનું કામ કરી રહ્યા છે, યુદ્ધ કૌશલ્ય અને સેના વિશેની રસપ્રદ માહિતી પ્રાપ્ત કરી ઘણી બધી દિકરીઓએ કહ્યું કે અમારે પણ સેનામાં જોડાવું છું, કાર્યક્રમનું સમગ્ર વ્યવસ્થાપન ધો.6 થી 8 ના શિક્ષકોએ સભાળ્યું હતું.