મોરબી પંચાસર હેડવર્કસ પીવાના પાણીનું વિતરણ થતા વિસ્તારમાં નવા વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક નાખવાના કામ મંજુર
મોરબી જિલ્લાના પંચાસર વિસ્તારના નાગરિકોની પાણીના અભાવ અંગેની સતત ફરીયાદો તથા પાછળના વિસ્તારમાં વસતા લોકો સુધી પાણી પહોંચવામાં આવતા વિલંબને ધ્યાનમાં રાખી મોરબી મહાનગરપાલિકા (MMC) દ્વારા નવી અને ટકાઉ પાણી પુરવઠા યોજના અમલમાં મુકવામાં આવી છે જે કામની રકમ રૂ. ૧૫.૫૭ કરોડ ની મંજુરી મળેલ છે.
આ યોજના હેઠળ પંચાસર વિસ્તારમાં તમામ ઘરોમાં પૂરતું પીવાના પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે. યોજના હેઠળ દરેક ઘર સુધી જરૂરી પાણીનો સ્ત્રોત ઉપલબ્ધ કરાવવાનો આયોજન છે જેથી આગામી વર્ષોમાં વધતી પાણીની માંગ પણ પૂર્ણ થઇ શકે.
હાલમાં ગૌશાળા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ પરથી પાણી પંપ કરીને પંચાસર હેડવર્ક સુધી લાવવામાં આવે છે અને ત્યારબાદ વિસ્તારમાં વિતરણ થાય છે. પંચાસર હેડવર્ક ખાતે હાલમાં કલાખ લિટરના એક ESR (Elevated Service Reservoir) અને 5 લાખ લિટરના એક GSR (Ground Service Reservoir) કાર્યરત છે.
આ નવી યોજના અંતર્ગત નવો વિતરણ નેટવર્ક નાખવામાં આવશે, જે હાલના GSR અને ESR સાથે જોડાશે, જેથી પૂરા પંચાસર વિસ્તારમાં પાણીનું યોગ્યપણે વહેચાણ થાય.
પ્રમુખ વિસ્તારો જેમાં પાણી પુરવઠો સુનિશ્ચિત થશે:
પંચાસર મેઈન રોડ, નાની કેનાલ મેઈન રોડ, શ્રીકુંજ ચોકડી રોડ, મુખ્ય રોડ સહિત આસપાસના વિસ્તારોમાં વિતરણના આયોજન સાથે અંદરગાળા વિસ્તાર સુધી પૂરતા પ્રમાણમાં પીવાના પાણી વિતરણ સમસ્યાનો અંત આવશે.