મોરબીમાં ચકચારી કિસ્સો: યુવતીને પ્રેમ સંબંધમાં ફસાવી ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ ત્રણ લાખ પડાવ્યા
મોરબીમાં વાલીઓ અને યુવતીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં મોરબીમાં રહેતી એક યુવતીને કોલેજ કાળ દરમિયાન એક યુવક સાથે પ્રેમ સંબંધ હોય અને ત્યારબાદ યુવકની સગાઇ અને લગ્ન થઇ ગયેલ હોય અને યુવતીએ યુવકને હવે સંબંધ નહી રાખવા જણાવેલ હોય તેમ છતા યુવકે બળજબરી પૂર્વક સંબંધ રાખવા યુવતીને ફોટાઓ વાયરલ કરવાની ધમકીઓ આપી યુવતી પાસેથી કટકે કટકે આશરે ત્રણ લાખ જેટલા રૂપિયા પડાવ્યા હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતા અને વેપાર કરતા આધેડે આરોપી ડેનીશ મણીલાલ મુંદડીયા રહે. વિરપર તા. ટંકારા વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની દિકરી જ્યારે સ્કૂલમાં અભ્યાસ કરતી ત્યારથી આરોપી ડેનીશ અને યુવતી એકબીજાને ઓળખતા હતા અને કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા અને બંનેને ફ્રેન્ડશીપ હોય અને પ્રેમ સંબંધ હોવાથી બંને મળતા હતા. તેમજ બંનેના ઘર વચ્ચે સગાઈ ની વાત કરી હતી જેમાં સગાઈની ના પાડી હતી જેથી આરોપીએ યુવતીને ધમકી આપી હતી કે જો તું મારી સાથે પ્રેમ સંબંધ નહી રાખે તો હું આપડા સાથે પાડેલા ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપતો હતો. અને ત્યારબાદ યુવતી પાસેથી દશ હજાર, વિશ હજાર કટકે કટકે એમ રોકડા રૂપિયા બે લાખ પડાવ્યા હતા ત્યારબાદ યુવતીએ ડેનીશ જોડે વાત બંધ કરી દેતા આરોપીએ અલગ અલગ મોબાઈલ નંબર પરથી ફોન મેસેજ કરી બ્લેકમેઇલ કરતો હતો આરોપીના લગ્ન થય ગયા હોય જેથી યુવતીએ સંબંધ રાખવાની ના પાડતા આરોપી યુવતીને ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી હતી. અને યુવતી પાસેથી આરોપીએ SAMSUNG S ULTRA કિં રૂ. 95,000/- નો મોબાઈલ લીધો હતો એમ મડી કુલ કુલ આશરે 3 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને જો યુવતીની સગાઈની વાતની ખબર પડે તો બ્લેકમેઇલ કરી બળજબરી પૂર્વક સંબંધ રાખવા અને યુવતીની સગાઈ ન થવા દેવાની ધમકીઓ આપતો હોવાની ફરીયાદ નોંધાવતા સીટી એ ડીવીજન પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સહીંતા ૨૦૨૩ની કલમ ૩૦૮ (૨) ૩૫૧ (૨) મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
