Thursday, August 21, 2025

હળવદમાં કેનાલમાં ડુબી જવાથી મૃત્યુ પામેલા સ્ત્રી મૃતકની ઓળખ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નર્મદા કેનાલમાં ડુબી જવાથી મૃત્યુ પામનાર સ્ત્રીની લાશની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

હળવદ પોલીસ સ્ટેશનની નોંધ અનુસાર તા.૧૬/૦૮/૨૦૨૫ ના ૧૪:૩૫ કલાક પહેલા કોઇપણ સમયે હળવદમાં અમૂલ ફર્નીચર શો રૂમની પાછળ આવેલી નર્મદા કેનાલમાં ડુબી જવાથી સ્ત્રીનું મોત નીપજ્યું હતું. આ મૃતકના વાલી-વારસ ન મળ્યા હોવાથી બિનવારશી લાશની ઓળખ માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મૃતક સ્ત્રી ઉમર વર્ષ આશરે ૩૨ થી ૩૫ વર્ષ, શરીરે બ્લેક તથા બ્રાઉન કલરનું ગાઉન પહેરેલ છે. જમણા હાથમાં કોણીના ભાગે મોરપીંછ તથા જમણા હાથમાં કાંડાના ભાગે અંગ્રેજીમાં M ત્રોફાવેલ છે. ગળામાં કંઠી, કાનમાં નાના બુટીયા તથા બંન્ને હાથમાં બંગડી પહેરેલ છે. મૃતક સ્ત્રીના વાલીવારસ મળે કે તેમના અંગે કોઈ જાણકારી હોય તો તપાસ કરનાર અધિકારી હળવદ પોલીસ સ્ટેશનના પો.હે. કોન્સ.ના ૭૩૮૩૨૦૨૩૩૯ અથવા હળવદ પોલીસ સ્ટેશનના ટેલીફોન નંબર ૬૩૫૯૬૨૬૦૫૦ પર સંપર્ક કરવા હળવદ પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર